રાજકોટ: જિલ્લાના જેતપુર શહેરમાં લોકડાઉન દરમિયાન અનેક બેદરકારી સામે આવી છે. જેતપુરના હ્ર્દય ગણી શકાય તેવા તીનબતી ચોક, સ્ટેન્ડ ચોક, તેમજ સરદાર ચોકમાં પોલમપોલ ચાલી રહી છે, કારણ કે હોમગાર્ડ જવાનો પાસે પૂર્ણ યુનોફોર્મ નથી.
જનતાને નિયમો સમજાવતી પોલીસ ખુદ નિયમોની કરી રહી છે ઐસી કી તૈસી...
સમગ્ર ભારતભરમાં હાલમાં કોરોના રૂપી વિકટ મહામારીએ ભરડો લીધો છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પોલીસ પોતાના પરિવારને છોડીને ફ્રન્ટ લાઈન યોદ્ધા તરીકે સરહાનીય ફરજ નિભાવી રહી છે. જોકે અનેક જગ્યાએ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે નીમવામાં આવેલા ટ્રાફિક બ્રિગેડ તથા સલામતી માટે નીમવામાં આવેલા હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનોના ઉદ્ધતાઈભર્યા વર્તનના કિસ્સાઓ સામે આવ્યાં છે .
રાજકોટમાં જનતાને નિયમો સમજાવતું જેતપુરનું પોલીસતંત્ર જ પોતે નિયમો કરી રહી છે ભંગ
જ્યારે બીજી બાજુ ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક સમસ્યા હલ કરવાની બદલે બાઇક પર બેસી મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને પોલીસ પોતે જ કાયદાનો ભંગ કરી રહી છે.
જિલ્લા પોલીસ વડા બલરામ મીણા પણ આ બાબતે અજાણ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સામાન્ય માણસને દંડે એ પહેલા પોલીસ જ આ નિયમોનું પાલન નથી કરી રહી.