ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ પાસે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ - bhavesh sondarva

રાજકોટઃ રાજકોટ પાસે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. જેના કારણે પાણીનો બગાડ થઇ રહ્યું છે. જેને અટકાવવા સ્થાનિકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી. ત્યારબાદ તંત્રએ પાઇપલાઇનનું પમ્પિંગ રોકી નર્મદાના અધિકારીઓને તેની જાણ કરી હતી.

રાજકોટ પાસે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ

By

Published : May 17, 2019, 1:06 PM IST

સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે, ત્યારે રાજકોટમાં ગૌરીદળ વિસ્તારમાં નર્મદા પાઇપલાઇન ભંગાણ થયું છે. જેના કારણે પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેથી સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે લિકેજની તેની મરામત કરવા રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી. ત્યારે તંત્રએ પાઇપલાઇન મારફતે થતાં પમ્પિંગને રોકીને નર્મદા અધિકારીઓને આ ઘટનાની જાણકારી આપી હતી.

રાજકોટ પાસે નર્મદા પાઇપલાઇનમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ

ઉલ્લેખનીય છે કે, નર્મદા પાઇપલાઇનમાં થયેલા લિકેજના સમારકામથી રાજકોટ પાસેના કોઠારિયા વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ શકે છે. તેમજ લિકેજ સરખું કરવામાં ઓછામાં ઓછું 6થી 7 કલાક જેટલો સમય લાગે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details