ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં વેપારીઓ નવા બાઈક સાથે હેલ્મેટ નહીં આપે તો થશે કાર્યવાહી: પોલીસ કમિશ્નર - helmet

રાજકોટ: શહેરમાં ટ્રાફિક નિવારણ અર્થે સબંધિત વિભાગના અધિકારીઓ સાથે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ખાસ કરીને અકસ્માત નિવારણ માટે વિવિધ પગલાઓ અમલી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ ટુ-વ્હીલર્સ વિક્રેતાઓ દ્વારા વાહનની સાથો-સાથ હેલ્મેટ આપવી ફરજીયાત હોય છે.

રાજકોટમાં વેપારીઓ નવા બાઈક સાથે હેલ્મેટ નહી આપે તો થશે કાર્યવાહી

By

Published : Mar 27, 2019, 11:51 PM IST

મોટા ભાગના ઓટો વિક્રેતા તેનો ચુસ્ત અમલ કરતા નો હોઈ તેમના પર આર.ટી.ઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની યોજાયેલ આ બેઠકમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી કે, ગુજરાત રાજ્ય માર્ગ સલામતી પ્રાધિકરણ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સત્તાઓ હવે શહેરની સમિતિના અધ્યક્ષને નિહિત કરવામાં આવી છે.

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ – ૨૦૧૮ની કલમ ૧૩ મુજબની સત્તાઓ અધ્યક્ષને સોંપવામાં આવી છે. તે મુજબ અકસ્માતના કારણરૂપ અને જેને કારણે માર્ગો ઉપર દબાણ થતું હોય તેવી અડચણો દૂર કરવા કે તેને માટે આદેશ કરવાની સત્તા રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે. આ એક્ટની કલમ ૧૫ (૧) હવે પોલીસ કમિશનર કોઇ પણ સરકારી કે બિનસરકારી સંસ્થાઓને આદેશ કરી શકે છે.

ઉપરાંત આવા આદેશના અનાદર બદલ દંડ પણ કરી શકાશે. આ દંડની જોગવાઇ એવી છે કે પ્રતિદિન રૂ. ૫૦૦ લેખે અને મહત્તમ રૂ. ૨૫ હજાર સુધીનો દંડ થઇ શકે છે. આ રાજકોટમાં નવા વાહનો વહેંચતા વેપારીઓ જો હવેથી વાહનની સાથે હેલ્મેટ નહિ આપે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details