ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈદના તહેવાર દરમિયાન કપડાં લેવા જેવી સામાન્ય બાબતે પત્નીની કરી હત્યા

રાજકોટઃ શહરેમાં આવેલા ભગવતી પરા વિસ્તારમાં બે દિવસ પૂર્વે મોડીરાત્રે એક મહિલાની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જેને લઈને શહેરની B ડિવિઝન પોલીસે હત્યા નિપજાવનાર ઇસમને ઝડપી પાડ્યો છે. આ ઈસમ બીજું કોઈ નહિ પરંતુ મહિલાનો પતિ જ છે. ઈદના તહેવાર દરમિયાન નવા કપડાં લેવા જેવી સામાન્ય બાબતે પતિ ઇકબાલ જુણેજાએ પત્નીની છરીના ઘા મારીને હત્યા નિપજાવી છે.

ઈદના તહેવાર દરમિયાન કપડાં લેવા જેવી સામાન્ય બાબતે પત્નીની કરી હત્યા

By

Published : May 29, 2019, 10:00 AM IST

રંગીલા રાજકોટમાં કપડાં લેવા જેવી સામાન્ય બાબતમાં એક પતિએ પોતાની પત્નીની છરીના ઘા મારીને હત્યા નિપજાવી છે. શહેરના ભગવતી પરામાં રહેતા રૂકસાન નામની મહિલા પોતાના પતિ ઇકબાલ જુણેજા સાથે છેલ્લા કેટલાક સમયથી રહે છે. ત્યારે બે દિવસ પૂર્વે રૂકસાનની હત્યા કરવામાં આવી હતી. તેમજ તેની મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવી હતી.

ત્યારબાદ તેનો પતિ ઇકબાલ પણ ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. પોલીસને મહિલાનો પતિ ઘટના સ્થળે ન મળી આવતા શંકા જાગી હતી અને તેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે ઇકબાલ વાંકાનેર વિસ્તારમાંથી મળી આવતા પોલીસે તેની પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે, ઈદના તહેવાર દરમિયાન નવા કપડાં લેવા જેવી બાબતે પત્ની રૂકસાન સાથે ઝઘડો થતા તેની છરીના ઘા મારીને હત્યા નિપજાવી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details