ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ક્રુઝર ચાલકની દાદાગીરી, મહિલા સાથે કરી મારઝૂડ

રાજકોટઃ રાજકોટના હોસ્પિટલ ચોકમાં ક્રુઝર ચાલકની દાદાગીરી સામે આવી છે. વાહનની હડફેટે આવતા ક્રુઝર ચાલક ઉશ્કેરાયો હતો અને જાહેરમાં જ ધોકા વડે મહિલા સહિત તેના ભાઈ પર તૂટી પડ્યો હતો. જો કે, મહિલા સાથે તેનો ભાઈ હોય ક્રુઝર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. સમગ્ર ઘટના અંગેનો લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

By

Published : Jul 5, 2019, 1:54 PM IST

રાજકોટના હોસ્પિટલ ચોકમાં ક્રુઝર ચાલકની દાદાગીરી દેખાઈ!

રાજકોટના હોસ્પિટલ ચોકમાં ફરી ક્રુઝર ચાલકોએ માથું ઊંચક્યું છે. આજે ટુ વ્હીલર હડફેટે આવતા એક ક્રુઝર ચાલક રોષે ભરાયો હતો.આથી હોસ્પિટલ ચોકમાં જાહેરમાં જ ધોકો કાઢીને મહિલાને મારવા માટે દોડ્યો હતો. જો કે અન્ય લોકો વચ્ચે પડતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો. પરંતુ સોશિયલ મીડીયામાં આ સમગ્ર ઘટના અંગેનો વિડીયો વાઈરલ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ ચોકમાં પેસેન્જર ભરવા બાબતે રીક્ષા ચાલકો અને ક્રુઝર ચાલકો પોતાની મનમાની ચલાવતા હોય છે. ત્યારે ફરી એકવાર ક્રુઝર ચાલકની દાદાગીરી સામે આવી છે.

રાજકોટના હોસ્પિટલ ચોકમાં ક્રુઝર ચાલકની દાદાગીરી દેખાઈ!
રાજકોટના હોસ્પિટલ ચોકમાં ક્રુઝર ચાલકની દાદાગીરી દેખાઈ!

ABOUT THE AUTHOR

...view details