રાજકોટ :આ વખતે સૌરાષ્ટ્રમાં મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું છે, પરંતુ સીંગતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં છેલ્લા ત્રણ દિવસમાં સીંગતેલના ડબ્બે રૂપિયા 40નો ભાવ વધારો થયો છે. ત્યારે મોંઘવારીની માર સહન કરતી જનતાને વધુ એક બોજ પડ્યો છે. આ સાથે જ કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા 10નો ઘટાડો અને પામોલીન તેલમાં પણ ડબ્બે રૂપિયા 20નો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સીંગતેલની સત્તત બજારમાં માંગ હોવાના કારણે તેના ભાવ ઉચકાયા છે. જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
સીંગતેલનો ડબ્બો 2700ની સપાટીને પાર 15 કિલોના ડબ્બાના હાલના ભાવ જોઈએ તો 2660થી 2730ની વચ્ચે સીંગતેલનો ડબ્બાનો 15 કિલોનો ભાવ જોવા મળી રહ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવ 2055થી 2105ની સપાટીએ છે. જ્યારે પામોલીન તેલમાં 1505થી 1510ની સપાટીએ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના ડબ્બે 40 રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે. એવામાં કપાસિયા તેલમાં ડબ્બે 10 રૂપિયાનો ભાવ ઘટાડો થયો છે અને પામોલીન તેલમાં ડબ્બે 20નો ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાદ્ય તેલના ભાવને લઈને તેની અસર સીધી જ રસોડા પર જોવા મળશે.
આ પણ વાંચો :Vegetables Pulses Price : ગૃહિણીઓ માટે ખુશ ખબર શાકભાજી કઠોળના ભાવમાં રાહત
બજારમાં મગફળીના ભાવ વધ્યા: વેપારીરાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સીંગતેલના ભાવમાં વધારો થતા આ ભાવ વધારા પાછળ મગફળીના ભાવ વધ્યા હોવાનું કારણ તેલના વેપારીઓ માની રહ્યા છે. આ મામલે રાજકોટમાં ખાદ્ય તેલના વ્યવસાય સાથે સંકળાયેલા ભાવેશ પોપટે ETV BHARAT સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે નવી મગફળી જે બજારમાં આવી હતી તે ધીમે ધીમે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારબાદ હવે જે મગફળી છે તેના ભાવ વધારે જોવા મળી રહ્યા છે અને આ મગફળીના ભાવના કારણે તેની અસર મગફળીના તેલ ઉપર પડી છે એટલે આ ભાવ વધારો થયો છે.
આ પણ વાંચો :Petrol Diesel Price : ક્યારે રાહત મળશે પેટ્રોલ ડીઝલના ભાવમાં?
સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં થાય છે મગફળીનું વાવેતર રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે. ત્યારે દિવાળી બાદ નવી મગફળી છે તે યાર્ડમાં વેચાણ માટે આવે છે અને પીલાણમાં જાય છે, ત્યારબાદ તેમાંથી સીંગતેલ બનાવવામાં આવતું હોય છે. જ્યારે હાલ જે નવી મગફળી છે તે ધીમે ધીમે પૂર્ણ થઈ રહી છે. ત્યારબાદ જે વેપારીઓ પાસે મગફળીનો સ્ટોક છે. તે મગફળીના ભાવ વધારી રહ્યા છે અને તેની સીધી જ અસર સીંગતેલ ઉપર પડી રહે છે. જેના કારણે આ સીંગતેલ પર ભાવ વધારો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં હજુ પણ સીંગતેલના ભાવ વધે તેવી શક્યતાઓ વેપારી માની રહ્યા છે.