ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના લુણીવાવ ગામમાં 'ફાધર્સ ડે'ના દિવસે જ ત્રણ ભૂલકાઓએ પિતાની છત્રછાયા ગુમાવી

ગોંડલના લુણીવાવ ગામમાં ફાધર્સ ડેના દિવસે જ ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ગોંડલ શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ત્રણ બાળકોની જવાબદારી સંભાળી ઉમદા કાર્ય કર્યું.

ગોંડલના લુણીવાવ ગામમાં 'ફાધર્સ ડે'ના દિવસે જ ત્રણ ભૂલકાઓએ પિતાની છત્રછાયા ગુમાવી
ગોંડલના લુણીવાવ ગામમાં 'ફાધર્સ ડે'ના દિવસે જ ત્રણ ભૂલકાઓએ પિતાની છત્રછાયા ગુમાવી

By

Published : Jun 21, 2020, 10:16 PM IST

ગોંડલ: લુણીવાવ ગામમાં ફાધર્સ ડેના દિવસે જ ત્રણ માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ગોંડલ શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ત્રણ બાળકોની જવાબદારી સંભાળી ઉમદા કાર્ય કર્યું.

કુદરતની કરુણતા એટલી હદે ક્યારેક હોય કે, કાળા માથાનો માનવી ન સમજી શકે.ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે મૂળ કુતિયાણાના કોળી સમાજના ભુપતભાઈ ચાવડા ઉ. વર્ષ- 36 છૂટક મજૂરી કરી પેટિયું રડતા હતા. અચાનક બે દિવસની ટૂંકી બીમારી બાદ "ફાધર્સ ડે" ના દિવસે જ તેમનું મોત નિપજતા તેના ત્રણ સંતાનો રોનક ઉ.વર્ષ-10, રિદ્ધિ ઉ. વર્ષ-8 અને રોહિત ઉ. વર્ષ-6એ પિતાની છત્રછાયા ગુમાવી હતી સાથે પત્ની સોનલબેન અને તેમના બહેન દિવ્યાંગ દિકીબેન ખૂબ દુઃખી થઈ ગયા હતા.

ઘટનાની જાણ ગોંડલ શાસક પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાને થતા તેઓ આ પરિવારથી પરિચિત હોવાથી તુરંત લુણીવાવ દોડી ગયા હતા. રાજેન્દ્રસિંહ જાડેજાએ ફાધર્સ ડેના દિવસે પિતાની છત્રછાયા ગુમાવેલા ત્રણેય સંતાનોની ભણવા તથા તમામ ખર્ચની જવાબદારી ઉપાડી નાના ભૂલકાઓનો આધાર બની સમાજને પ્રેરણાસ્ત્રોત બન્યા છે.આ કાર્ય કરી સાચા અર્થમાં "ફાધર્સ ડે" ની ઉજવણી કરી છે.

ABOUT THE AUTHOR

...view details