રાજકોટના ગોંડલમાં ઉમવાડા અંડરબ્રિજ છે કે ફિલ્ટર પ્લાન્ટની ટાંકી?
ગોંડલ નગરપાલિકા, રાજ્ય સરકાર અને રેલવે તંત્રના સંયુક્ત ઉપક્રમે આશરે રૂપિયા 6 કરોડના ખર્ચે એક માસ પહેલા જ ગોંડલ શહેરની સુખાકારી માટે ઉમવાડા અંડરબ્રિજનું લોકાર્પણ થવા પામ્યું હતું, પરંતુ છાશવારે આ અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતું હોય છે.
રાજકોટના ગોંડલમાં ઉમવાડા અંડરબ્રિજ છે કે ફિલ્ટર પ્લાન્ટની ટાંકી?
ગોંડલઃ સોશિયલ મીડિયામાં સ્વિમિંગ પૂલ અંગે ભારે કોમેન્ટો લખવામાં આવી હતી, જ્યારે રવિવારના રોજ સવારે ફરી પાણી ભરાતા આસપાસમાં રહેતા કેટલાક લોકો દ્વારા ઘર વપરાશ માટેનું પાણી ભરવાનું શરૂ કરાયું હતું, જ્યારે એક પરિવાર તો ટ્રેક્ટર ટ્રોલી લઇ મોટો ટાંકો પાણી ભરવા લઇ પહોંચ્યા હતા. આ દ્રશ્યને નિહાળી રાહદારીઓ કહી રહ્યા હતા કે આ અંડરબ્રિજ છે કે ફિલ્ટર પ્લાન્ટની ટાંકી છે.