ત્યારે ફરી એક વખત ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાના સમાચાર છે. રાજકોટમાં તેલ બજારમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 30નો વધારો કરવામાં આવ્યો છે. 15 કિલોના ડબ્બે રૂપિયા 30નો વધારો થતાં મધ્યમ વર્ગના કુટુંબોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજકોટમાં સિંગતેલના ડબ્બે 30 રૂપિયાનો વધારો, ગૃહિણીઓ પરેશાન - oil
રાજકોટઃ રાજકોટમાં સિંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવમાં એકસાથે રૂપિયા 30નો વધારો ઝીંકવામાં આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી તેલના ભાવમાં સ્થિરતા જોવા મળ્યા બાદ એકાએક 30 રૂપિયા જેટલો વધારો ઝીકવામાં આવતા મધ્યમ વર્ગના લોકો પર ભાવ વધારાની સીધી જ અસર વર્તાશે. સિંગતેલ બજારમાં રૂપિયા 25ના ભાવ વધારો જોવા મળતા વેપારીઓએ ડબ્બે 30નો વધારો ઝીકયો હોવાનું સામે આવ્યું છે.
સિંગતેલના ડબ્બે રૂ.30નો વધારો
હવે રાજકોટની બજામાં એક સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા 1710ની સપાટીએ પહોંચ્યો છે. સોમવારે સિંગતેલ લૂઝ બજારમાં 975 રૂપિયા જેટલો ભાવ હતો. જે 990થી 1 હજાર સુધી પહોંચ્યો હતો. લૂઝ બજારમાં 25 રૂપિયા જેટલા ભાવ વધારા બાદ વેપારીઓએ ડબ્બે 30 રૂપિયા વધારો કર્યો હોવાનું સામે આવ્યું છે.
Last Updated : May 2, 2019, 12:27 PM IST