ગુજરાત

gujarat

ETV Bharat / state

સાઢુભાઇએ બીજા સાઢુભાઇને જાહેરમાં કુહાડીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો - gujaratinews

રાજકોટઃ જિલ્લામાં દિવસે-દિવસે ગુનાખોરીનુ પ્રમાણ વધી રહ્યું છે. પારિવારીક સાઢુભાઈએ બીજા સાઢુભાઈને જાહેરમાં કુહાડીના ઘા માર્યાની ઘટના સામે આવી છે. જેના બાદ તેઓને 108 મારફત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વીડિયો

By

Published : May 1, 2019, 9:13 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉપલેટા શહેરના જુના પોરબંદર બાયપાસ રોડ ઉપર આવેલી સિયારામ હોટલ સામે ભાયાભાઈ ગાગલિયાને વિજય સોલંકી તથા તેના પિતા કરસનભાઈ સોલંકીએ કુહાડી તથા લાકડીના જીવલેણ ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

જે બાદ નારણભાઈને 108 મારફત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેના બાદ હાલત ગંભીર જણાતા તેઓને વધુ સારવાર અર્થે રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.

રાજકોટમાં જાહેરમાં કુહાડીના ઘા ઝીંકી માર્યાની ઘટના આવી સામે

પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી વિજય સોલંકી તથા ઈજાગ્રસ્ત ભાયાભાઈ ગાગલિયા બંને સગા સાઢુભાઈ થાય છે. અગાઉ પણ બંને સાઢુભાઈ વચ્ચે માથાકૂટ થયેલ હતી. ત્યારે પણ મોટા પ્રમાણમાં માથાકૂટ થઈ હોવાની વાત જાણવા મળી છે.

ABOUT THE AUTHOR

...view details