ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Marriage: ઇંગ્લેન્ડની યુવતી બની રાજકોટની વહુ, યોજાયા અનોખા લગ્ન - England became a daughter in law from Rajkot

લગ્નની આ સિઝનમાં પરંપરાગત લગ્ન પ્રસંગો તો અનેક જોવા મળતા હોય છે પરંતુ રાજકોટમાં યોજાયેલા લગ્ન પ્રસંગે સૌ કોઈનું ધ્યાન આકર્ષી રહ્યા છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રના કે દેશની યુવતીઓ વિદેશમાં લગ્ન કરવા ઇચ્છતી હોય છે. વિદેશી છોકરા સાથે લગ્ન કરીને પોતાના ઉજવળ ભવિષ્યના સ્વપ્નાઓ પણ જોતી હોય છે. જો કે રાજકોટમાં ઉલટી ગંગા જોવા મળી છે. રાજકોટનો યુવક યુકેનો જમાઈ બન્યો હતો.

girl from England became a bride from Rajkot a unique wedding was held A young man from Rajkot married a girl from England
girl from England became a bride from Rajkot a unique wedding was held A young man from Rajkot married a girl from England

By

Published : Feb 14, 2023, 6:40 AM IST

રાજકોટનો યુવક બન્યો ઇંગ્લેન્ડનો જમાઈ

રાજકોટ:હાલમાં ચારેય તરફ લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે. એવામાં રાજકોટમાં એક હોટેલમાં અનોખા લગ્ન યોજાય હતા. જેમાં રાજકોટના યુવકે ઇંગ્લેન્ડની યુવતી સાથે લગ્ન કર્યા હતા. આ યુવતી પોતાના પરિવાર સાથે રાજકોટ ખાતે આવી હતી અને હિંદુ પરંપરા મુજબ તેને રાજકોટના યુવક સાથે લગ્ન કર્યા હતા અને તે રાજકોટની વહુ બની હતી. લગ્નમાં આવેલ સૌકોઈ મહેમાન પણ આ ઘટનાના સાક્ષી બન્યા હતા.

હિંદુ પરંપરા મુજબ તેને રાજકોટના યુવક સાથે લગ્ન કર્યા

યુકેમાં સાથે અભ્યાસ કરતા થયો પ્રેમ:જ્યારે થોડા વર્ષો અગાઉ રાજકોટના કિશન વેડિયાને યુકેમાં પોતાની સાથે જ અભ્યાસ કરતી ઇલી હીચિંગ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. આ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું જેને લઈને બંને રાજકોટ ખાતે આવ્યા હતા અને હિંદુ રીત રિવાજો મુજબ પોતાના લગ્ન યોજ્યા હતા. આ સાથે જ ઇંગ્લેન્ડથી યુવતીના માતા-પિતા સહિતના પરિવારજનો પણ રાજકોટ ખાતે આવ્યા હતા અને આ લગ્નમાં હાજરી આપી હતી. રાજકોટ શહેરમાં આ અનોખા લગ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે. લગ્નમાં યુવકના પિતાના મિત્ર એવા અશ્વિન પાનસુરીયા યુવતીના પિતા બનીને કન્યાદાન કર્યું હતું.

ઇંગ્લેન્ડની યુવતી બની રાજકોટની વહુ

આ પણ વાંચોBharuch Crime: ભરૂચના લગ્નપ્રસંગમાં રાષ્ટ્રગીત અંગે આપત્તિજનક વીડિયો વાઈરલ, 11 લોકો સામે ફરિયાદ

વિદેશી લોકો આપણી સંસ્કૃતિથી થયા આકર્ષિત:આ અંગે યુવકના પિતા ભરત વેડિયાએ જણાવ્યું હતું કે મારો દીકરો અને ઈલી યુકેમાં સાથે ભણતા હતા તે દરમિયાન બંને એકબીજા સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ તે લોકોએ લગ્ન કરવાનું વિચાર્યું હતું અને યુવતી પોતાના પરિવાર સાથે ખાસ રાજકોટમાં આવી હતી. અહીંયા હિન્દૂ રીતરિવાજો મુજબ તેમના લગ્ન કરવામાં આવ્યા છે. હાલ આ લગ્ન થઈ ગયા છે જેના કારણે અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. જ્યારે આપણા ઇન્ડિયન લોકો માટે ગર્વની વાત છે કે વિદેશી લોકો આપણી સંસ્કૃતિ ખૂબ જ આકર્ષિત થયા છે.

યોજાયા અનોખા લગ્ન

આ પણ વાંચોGanesh Temple Dhank: એક એવા ગણેશજી જેઓ મૂષક નહીં પણ સિંહ પર બિરાજમાન છે, ભક્તો પત્રો લખી જણાવે છે પોતાના દુઃખ

રાજકોટનો યુવક બન્યો ઇંગ્લેન્ડનો જમાઈ:રાજકોટમાં આ અનોખા લગ્ન યોજાઈ ગયા જેમાં રાજકોટના યુવકે ઇંગ્લેન્ડની યુવતી સાથે લગ્ન કર્યા છે. હવે રાજકોટનો આ યુવાન ઇંગ્લેન્ડનો જમાઈ બન્યો છે. ઉલ્લેખનીય છે કે આજના યુગમાં મોટાભાગે દીકરીઓ વિદેશમાં લગ્ન કરવાની ઈચ્છા ધરાવતી હોય છે. એવામાં રાજકોટના યુવકે વિદેશની યુવતી સાથે લગ્ન કર્યા છે જે એક ચર્ચાનો વિષય બન્યો છે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details