પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટમાં ગણેશ વિસર્જન માટે પાંચ સ્થળોએ ફાળવણી કરી છે પરંતુ લાલપરી તળાવમાં વિસર્જનની મનાઈ હોવા છતાં ભક્તો દ્વારા અહીં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દેવાંગ ગઢવી નામના યુવાનનો મૃતદેહ ફાયરવિભાગ દ્વારા ઊંડા પાણીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. યુવાનનું મોત થતા પરિજનોમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે મૃતક યુવાનના પિતાએ બાળકોને કે યુવાઓને નદીમાં કે અન્ય ઊંડા પાણીમાં ન જવા અપીલ કરી હતી.
રાજકોટમાં ગણેશ વિસર્જનમાં યુવાન ડૂબી જતા મોત નિપજ્યું
રાજકોટઃ રાજ્યમાં ઠેર ઠેર ગણપતિ બાપાની વિદાય થઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ ગણેશભક્તો દ્વારા ગણેશને ભાવભેર વિદાય કરવામાં આવી રહી છે. ગણેશ વિસર્જનની પ્રક્રિયા દરમિયાન રાજકોટમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં યુવાનનું ઊંડા પાણીમાં ગરક થઈ જતા મોત થયું નિપજ્યું હતું. શહેરના લાલપરી તળાવ નજીક ગણપતિ વિસર્જનમાં આ દુર્ઘટના સર્જાઈ છે.
શહેરના લાલપરી તળાવ નજીક ગણપતિ વિસર્જનમાં દુ:ખદ ઘટના બની હતી.જ્યા એક યુવાન ગણેશ વિસર્જનમાં ગયો ત્યારે તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.પોલીસ કમિશ્નર દ્વારા રાજકોટમાં ગણેશ વિસર્જન માટે પાંચ સ્થળોએ ફાળવણી કરી છે પરંતુ લાલપરી તળાવમાં વિસર્જનની મનાઈ હોવા છતાં ભક્તો દ્વારા અહીં ગણપતિ બાપાની મૂર્તિનું વિસર્જન કરે છે. દેવાંગ ગઢવી નામના યુવાનનો મૃતદેહ ફાયરવિભાગ દ્વારા ઊંડા પાણીમાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.