ચોટીલા પગપાળા દર્શને જતા શ્રદ્ધાળુઓને પોલીસ દ્વારા છાશનું કરાયું વિતરણ
રાજકોટઃ ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવી ગયો છે ત્યારે શ્રદ્ધાળુઓની ધગધતી ગરમી વેઠીને ચોટીલા માતાના દર્શનનો લ્હાવો લેવા માટે પગપાળા જઇ રહ્યા છે. જેમની માટે શહેરના રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલ કુવાડવા પોલીસ મથકના જવાનો દ્વારા શ્રદ્ધાળુઓને છાશ વિતરણનું આયોજન કરાયું હતું.
hd
રાજકોટ ચોટીલા હાઇવે પર આવેલ કુવાડવા પોલીસ મથકના જવાનો દ્વારા શ્રદ્ધાળુઓને છાશ પીવડાવતા જોવા મળ્યા હતા. તેમની આ અનોખી પહેલ ધોમધખતાં તાપમાં મેલડી માના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે કરી છે. કાળ સમી 45 ડિગ્રીની ગરમીમાં આ યાત્રાળુઓ પગપાળા ચોટીલા જઇ રહ્યા છે. જેમને જોઇને પોલીસ તંત્રએ છાશ પીવડાવીને તેમને મદદરૂપ બનવાનો વિચાર આવ્યો હતો. આમ, લોકો સાથે હમેશા કડકાઇ વર્તતા પોલીસ તંત્ર આ કામગીરી જોઇને લોકો અચંબો પામ્યા હતા.