ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય વિભાગ એક્સનમાં આવ્યું, મલ્હાર મેળામાં 47 કિલો સડેલા બટાકાનો કરાયો નાશ

રાજકોટઃ શહેરમાં મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે મલ્હાર લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે આ લોકમેળામાં ઘણા બધા અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. જેને મહાનગપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 178 જેટલા નાનામોટા ખાણીપીણીના સ્ટોલ ધારકોને ફૂડ લાઇસન્સ આપવામાં આવ્યા છે.

મલ્હાર મેળામાં કુલફીમાંથી મળી જીવાતો

By

Published : Aug 23, 2019, 9:40 PM IST

જ્યારે આજ સવારથી જ આરોગ્ય વિભાગ દ્વારા લોકમેળામાં બિનઆરોગસ્પદ વસ્તુઓ ન વહેંચાય અને લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેમાટે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ સ્ટોલ ધારકોને ત્યાં ચેકીંગ કરવામાં આવતા કુલ 47 કિલો જેટલા સડેલા બટાકા મળી આવ્યા હતાં. જ્યારે મેળામાં વહેંચાતી કુલફીમાં જીવતો મળી આવતા અહીં 80 કિલોની ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.

મલ્હાર મેળામાં કુલફીમાંથી મળી જીવાતો

જ્યારે ઢોકળામાંથી પ્રતિબંધિત પીળો કલર મળી આવ્યો હતો. જેને લઈને અહીં 120 કિલો ગ્રામનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. ફરારી ચિપ્સમાં મકાઈના લોટનો ઉપયોગ થતો હોવાથી 40 કિલો જેટલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. 48 કિલો જેટલો બિન આરોગ્યપ્રદ ફળો, 108 કિલો બરફ, તેમજ મેળામાં ફરિયા વાળા પાસેથી 48 તમાકુ પ્રોડક્ટ પણ ઝડપાઇ હતી. આ તમામ વસ્તુઓનો આરોગ્ય વિભાગ નાશ કરવામાં આવ્યો હતો

ABOUT THE AUTHOR

...view details