રાજકોટના સરદારનગર મેઈન રોડ પર આવેલા પુજારા ટેલિકોમમાં સાંજના 8 વાગ્યે અચાનક આગ લાગી હતી. બિલ્ડીંગમાં કામ કરતાં કેટલાક કર્મચારીઓ આ આગમાં ફસાયા હતા. આગ લાગવાના પગલે રાજકોટ ફાયર વિભાગના ત્રણ ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટમાં મોબાઇલ શોપમાં લાગી આગ, 7 લોકોના આબાદ બચાવ
રાજકોટઃ શહેરના સરદારનગર મેઈન રોડ પર આવેલા પુજારા ટેલિકોમના ઇલેક્ટ્રોનિક રૂમમાં અચાનક આગ લાગી હતી. જેના પગલે ત્રણ ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ફસાયેલા 7 જેટલા લોકોને બચાવ્યા હતા.
રાજકોટમાં મોબાઇલ શોપમાં લાગી આગ, 7 લોકોના જીવ બચાવાયા
જ્યારે આગમાં ફસાયેલ 7 જેટલા લોકોના જીવ પણ બચાવાયા હતા. સરદારનગર મેઈન રોડ પર આગ લાગવાની ઘટના બનતા લોકોના ટોળે ટોળાં એકઠા થયા હતા. આગ ઇલેક્ટ્રોનિક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ માનવામાં આવી રહ્યું છે. જો કે આગ લાગવાની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
Last Updated : Jul 24, 2019, 5:28 PM IST