ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરનાર સામે મનપાની લાલ આંખ, ફટકારાયા દંડ

​​​​​​​રાજકોટઃ વધતી જતી ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે મહાનગપાલિકા દ્વારા હવે નો પાર્કિંગમાં વાહન પાર્ક કરતા વાહનચાલકો વિરૂદ્ધ દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. શુક્રવારે મનપાની દબાણ હટાવી શાખા દ્વારા અલગ-અલગ ઝોનમાંથી કુલ 57 જેટલા વાહનચાલકો પાસેથી રૂપિયા 36,400નો દંડ વસુલ કરાયો હતો.

Rajkot

By

Published : Jun 29, 2019, 8:12 AM IST

રાજકોટમાં વધતી જતી ટ્રાફીકની સમસ્યાને પહોંચી વળવા મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાની દ્વારા તારીખ 24/06/2019ના રોજ બહાર પાડવામાં આવેલ જાહેરનામાં બાદ દબાણ હટાવ શાખા એલર્ટ થયું છે. જેને લઈને શુક્રવારે ત્રણ ઝોન વાઈઝ આઉટડોર ટીમ દ્વારા આ કામગીરીમાં રાજકોટ મહાનગરપાલિકાના ટોચના અધિકારીઓને સાથે રાખીને શહેરના જુદા-જુદા સ્થળેથી જેમાં વેસ્ટ ઝોન વિસ્તારમાંથી 13 મોટર સાઈકલ, 12 કાર, 4 ટ્રેક્ટર સહીત કુલ 29 વાહનો સામે રૂપિયા 19900 નો પાર્કિંગનો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ ઝોન વિસ્તારમાંથી 01 મોટર સાઈકલ, 5 રીક્ષા સહીત કુલ 06 વાહનોનો રૂપિયા 2900 નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ ઈસ્ટ ઝોન વિસ્તારમાંથી 5 મોટર સાઈકલ, 3 કાર, 5 હેવી વ્હીકલ, 1 રીક્ષા સહીત કુલ 14 વાહનોનો રૂપિયા 7600 નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. તેમજ BRTS રૂટ પરથી 4 કાર, 4 મોટર સાઈકલ સહીત કુલ 8 વાહનોનો રૂપિયા 6000 નો પાર્કિંગ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આમ ત્રણેય ઝોન દ્વારા કુલ 57 વાહનો પાસેથી નો પાર્કિંગ વહીવટી ચાર્જ કુલ રૂપિયા 36400 વસુલવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details