- હુમલાખોર ટોળાએ ઘરમાં પણ તોડફોડ કરી
- અનીડા ગામે બે જૂથો વચ્ચે મારામારી થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો
- ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા
રાજકોટઃજિલ્લાના ગોંડલના અનિડા (ભાલોડી) ગામે રહેતા અને મજૂરી કરતા હસમુખ વિંજુડા, પત્ની ચંપાબેન હસમુખ વિંજુડા, પુત્ર સાગર હસમુખ વિંજુડા અને પિતરાઈ રમેશ બધા રાઠોડ રાત્રીના 11 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે અનીડા ગામના સરપંચ સામત ખેંગાભાઈ બાંભવા સહિતના લોકોનું ટોળુ ધોકા-પાઈપ સાથે ધસી આવ્યું હતું અને ઝઘડો કરી હુમલો કરી બેફામ માર માર્યો હતો. આ હુમલામાં દંપતી સહિત ચારેય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા બાદમા તેમને ગોંડલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે ચારેયને રાજકોટ સિવિલમાં ખાતે દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃસુરતઃ પૈસાની દેતી-લતી મુદ્દે મિત્રએ જ કરી મિત્રની હત્યા