ગુજરાત

gujarat

ETV Bharat / state

પાક વિમા મુદ્દે "જગતનો તાત" રસ્તા પર, પોલીસે 20ની કરી અટકાયત

રાજકોટઃ આજે એકતરફ લોકસભા ચૂંટણી માટે 91 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન શરુ થઈ ચુક્યુ છે. તો બીજી તરફ રાજકોટમાં ગુજરાત ભરના ખેડૂતો દ્વારા કિસાન સંઘનો સહારો લઇ પાક વીમો ન આપતા ઉગ્ર આંદોલન શરુ કરી રેલી યોજવામાં આવી છે. આ રેલી દરમિયાન પોલીસે 20 જેટલા ખેડૂતોની અટકાયત કરી છે.

પાક વીમો ન મળતા ગુજરાતના ખેડૂતોનું આંદોલન

By

Published : Apr 11, 2019, 11:42 AM IST

Updated : Apr 11, 2019, 12:44 PM IST

રાજકોટમાં કિસાન સંઘ દ્વારા પાક વીમા તેમજ ખેડૂતોની પડતર માંગણીઓને લઈને રેલી યોજવામાં આવી છે. જો કે, આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે કોઈપણ પ્રકારની મંજૂરી આપી ન હોવા છતાં જિલ્લાભરના ખેડૂતો રાજકોટમાં એકઠા થઈ હોબાળો કર્યો હતો.

પાક વિમા મુદ્દે "જગતનો તાત" રસ્તા પર, પોલીસે 20ની કરી અટકાયત

કિસાન સંઘ દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ખેડૂતો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવે તે પહેલા 20 જેટલા ખેડૂતોની કરાઈ અટકાયત કરવામાં આવી હતી.

પાક વીમો ન મળતા ગુજરાતના ખેડૂતોનું આંદોલન
Last Updated : Apr 11, 2019, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details