બોટાદ જિલ્લાના નાગલપર ગામનો આશીષ પંકજભાઈ જાની નામનો યુવાન છેલ્લા બે વર્ષથી આ ફેક આઇડીનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે.
પોતાની હાસ્યક લાથી દેશ વિદેશમાં પ્રસિધ્ધ પ્રાપ્ત કરનાર સાંઈરામ દવેના નામનું કોઈ અજાણ્યા ઇસમે ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવ્યું હતું. તેમજ આ યુવાન અન્ય સેલિબ્રિટી અને લોકોને મેસેજ કરી પોતાને આ આઈડી પર લાઈક અને ફોલો કરવા માટે જણાવતો હતો.
સાંઈરામ દવેના નામનું સોશિયલ મીડિયામાં ફેક આઈડી બનાવનાર ઝડપાયો
રાજકોટઃ પ્રખ્યાત હાસ્ય કલાકાર સાંઈરામ દવેનું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવીને તેમના પ્રોગામ અને કૃતિઓ તેમાં અપલોડ કરનાર યુવકને રાજકોટ સાયબર ક્રાઈમ એ ઝડપી પાડયો છે. યુવાન છેલ્લા બે વર્ષથી આ ફેક આઇડીનો ઉપયોગ કરતો પોલીસ દ્વારા યુવાનની વધુ પૂછપરછ કરાઇ રહી છે.
rajkot
આ અંગેની જાણ સાંઈરામ દવેને થતા તેમના દ્વારા રાજકોટ સાયબર સેલમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેને લઈને પોલીસે બોટાદ જિલ્લાના 20 વર્ષીય કર્મકાંડનો ધંધો કરતા યુવાનને ઝડપી પાડ્યો હતો. આ યુવાન છેલ્લા બે વર્ષથી ખોટી પ્રસિધ્ધ ઉભી કરવા માટે સાંઈરામના નામનું ફેક આઈડી બનાવીને તેનો ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દ્વારા યુવાનની વધુ પૂછપરછ શરૂ કરાઇ છે.