શહેર વીજ તંત્ર દ્વારા વાયુ વાવાઝોડા દરમિયાન જે પરિસ્થિતિ ઉદ્દભવે તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરવામાં આવી છે. જેને લઈને અલગ-અવગ ટીમો બનાવવામાં આવી છે. આ વાયુ વાવાઝોડુ જે વિસ્તારમાં વધારે અસર કરશે, ત્યાં આ ટીમોને કાર્યરત કરવામાં આવશે. આ સાથે જ વીજ તંત્ર અને વીજ પુરવઠા તંત્ર ખોરવાઈ નહીં, તે માટેની વ્યવસ્થા પમ કરી દેવામાં આવી છે.
વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ, ઉર્જાપ્રધાને અધિકારી સાથે બેઠક યોજી
રાજકોટ: રાજ્યમાં અને તેમાં પણ ખાસ તો સૌરાષ્ટ્ર દરિયા કિનારાના વિસ્તારમાં વાયુ વાવાઝોડાની અસર થવાની છે. ત્યારે તેને લઈને કોઈ મોટી જાનહાનિ થાય નહીં તેમજ લોકોની સલામતી માટે વિવિધ વિભાગો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
વાયુ વાવાઝોડાને લઈને વીજ તંત્ર એલર્ટ
રાજ્યના ઉર્જાપ્રધાન સૌરભ પટેલ રાજકોટ ખાતે આવેલી PGVCLની ઓફીસ ખાતે બેઠક યોજી હતી. સાથે જ ક્યાં-ક્યાં વિસ્તારમાં કઈ વસ્તુઓની જરૂર પડશે, જે અંગેની ચર્ચા કરીને વધારાની ટીમો મંગાવવામાં આવી છે.