રાજકોટને સૌરાષ્ટ્રનું પાટનગર ગણવામાં આવે છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રભરના મુસાફરો રોજબરોજ જોવા મળે છે, પરંતુ હાલ વેકેશન શરૂ હોય આ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. મુસાફરોને ધ્યાનમાં રાખીને રાજકોટ ડિવીઝન દ્વારા અલગ-અલગ રૂટ પર 25 જેટલી એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે.
વેકેશના કારણે રાજકોટ બસ સ્ટેશનમાં મુસાફરોની સંખ્યામાં 15-20 ટકાનો વધારો
રાજકોટઃ રાજ્યમાં વેકેશન પૂર્ણ થવાના બસ હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે મોટાભાગના લોકો લગ્ન પ્રસંગે અને બહારગામ ફરવા જતા હોય છે. જેને લઇને રાજકોટના બસ સ્ટેશન પર રોજના દૈનિક મુસાફરોની સંખ્યામાં 15 થી 20 ટકાનો વધારો નોંધાયો છે. મુસાફરોને કોઇ અગવડ ના પડે તે હેતુથી એસટી તંત્ર દ્વારા પણ કેટલાક રૂટ પર એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે.
વેકેશના કારણે , બસ સ્ટેશનમાં મુસાફરોની સંખ્યામાં દૈનિક 15 થી 20 ટકા વધારો
બીજી તરફ મુસાફરો પણ પ્રવાસ દરમિયાન સીટ મળી રહે તે માટે એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે. જેને લઇને રાજકોટ એસ.ટી ડિવીઝન દ્વારા 3 એડવાન્સ બુકિંગ કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે. દૈનિક મુસાફરોની સંખ્યામાં 15 થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.જેને લઇને એસટી વિભાગને પણ લાખોની આવક થઇ રહી છે.