રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ અને બહારપુરા રબાની નગર ગુલઝાર પાર્કનાં રહેતા લોકો તથા અન્ય વિસ્તારોમાં ઘણાં સમય થી ગંદકી સાફ સફાઈ કાદવ-કીચડ ભરેલા રોડ-રસ્તાઓને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કાદવ-કીચડ ગંદકી ભરેલા રોડ-રસ્તાઓ લઈને મહેમાનો પણ આવતાં ડરે છે. શાળાએ જતાં બાળકો તથા મહીલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે છેલ્લા ઘણાં વર્ષોથી રહેતાં લોકો નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામા ઠાગા-ઠૈયા કરી રહ્યા છે.
રાજકોટના ધોરાજીમાં રોડ રસ્તાની બિસ્માર હાલત - Rajkot Road News
રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તાઓ બિસ્માર થતા વાહન ચાલકો અને રાહદારીઓ તકલીફ પડી રહી છે, સસ્તાઓમાં કાદવ કીચડ અને ખાબોચીયાઓમાં પાણી ભરાયેલા જોવા મળે છે. આ ઘટનાને લઇ સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે અને રસ્તાઓનું વહેલીતકે પુરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ધોરાજીના જેતપુર રોડ જમનાવડ રોડ સ્ટેશન રોડ જુનાગઢ રોડ જેવાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે, ત્યારે નાનાં મોટાં અકસ્માતો છાસવારે બનતાં હોય છે અને લોકોને પારાવાર તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. અવારનવાર અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ આવતું નથી. જેથી લોકોને આંદોલન કરવા પડે છે. તંત્રના જવાબદાર અધિકારીઓને રજુઆતો કરવા છતાં રાજકીય આગેવાનો કોન્ટ્રાકટરો નગરપાલિકાના હોદદારો સદસ્યોને ખબર હોવાં છતાં આંખ આડા કાન કરી બેઠા છે અને ધોરાજી સ્લમ વિસ્તારમાં રહેતા લોકો પર કિન્નાખોરી રાખવામાં આવે છે, એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.
આ બાબતે ડેપ્યુટી કલેકટરને નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસરને ધ્યાન દોરવા છતાં રજુઆત કરવા છતાં કુંભ કર્ણની નિંદ્રા સુતા હોય એવું લાગી રહ્યું છે, ત્યારે રોડ રસ્તા કાદવ કીચડ ગંદકીનું સામ્રાજ્ય ખડકાયેલુ હોવાથી રોગ ચાળો વકર્યો છે. જેથી સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો છે.