રાજકોટ:રાજકોટના સર્વેશ્વર ચોકમાં જાહેરમાં જ મયુરસિંહ રાણા નામના યુવક ઉપર દેવાયત ખવડ સહિત બે લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. (Devayat Khavad absconding after fatal attack )જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા. ત્યારે આ મામલે ફરિયાદ પણ નોંધાય છે પરંતુ દેવાયત ખવડ સહિત બે લોકો હજુ આ મામલે ફરાર છે. રાજકોટ પોલીસ પણ દેવાયત ખવડને શોધી રહી છે. એવામાં હાલ દેવાયત ખવડનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.
યુવાન પર જીવલેણ હુમલો કર્યા બાદ દેવાયત ખવડ ફરાર, FIRના ઢગલા વાળો વીડિયો થયો વાયરલ
રાજકોટના સર્વેશ્વર ચોકમાં જાહેરમાં જ મયુરસિંહ રાણા નામના યુવક ઉપર દેવાયત ખવડ સહિત(Devayat Khavad absconding after fatal attack ) બે લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા હતા.
સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ:હાલમાં સોશિયલ મીડિયામાં દેવાયત ખવડનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે તમારા નામની એફઆઇઆર ફાટે અને તમને ચિંતા થાય કે જામીન મળશે. તેવા લોકોએ બાધવા જ ન જવું જોઈએ. આ પ્રકારના નિવેદન દેવાયત ગઢવી એક કાર્યક્રમ દરમિયાન કરતા હોય છે. જ્યારે આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એવામાં દેવાયત ખવડ ફરાર છે ત્યારે આ વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હજુ સુધી ફરાર:જ્યારે દેવાયત ખવડ લોકસાહિત્યકાર છે અને અલગ અલગ કાર્યક્રમો તેઓ લોકોને સાહિત્યની વાતો કરતા હોય છે. એવામાં આ એફઆઇઆર વાળો વિડિયો હાલ વાઇરલ થયો છે. બીજી તરફ દેવાયત ખવડ દ્વારા મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરાયો છે અને તેમના પર ફરિયાદ થઈ છે. ત્યારે તેઓ આ ફરિયાદ મામલે હજુ સુધી ફરાર છે. એવામાં આ પ્રકારના લોકસાહિત્યકારના નિવેદનને લઈને હાહાકાર મચી જવા પામ્યો છે.