ગુજરાત

gujarat

ETV Bharat / state

વિરપુરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

રાજકોટના વિરપુરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચે(રાજકોટ રૂરલ) વિરપુરમાંથી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા એક ઈસમની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દેશી દારૂની ભઠ્ઠી
દેશી દારૂની ભઠ્ઠી

By

Published : Jun 28, 2020, 10:39 PM IST

રાજકોટઃ ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતા પણ ગુજરાતના કોઈપણ ખુણે આસાનીથી દારૂ મળી રહે છે. શનિવારે રોજકોટ પોલીસે 5 કરોડના દારૂનો નાશ કર્યો હતો. ત્યારે રવિવારે રબારીકા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે. પોલીસે આ અંતર્ગત એક ઈસમની ધરપકડ કરી છે. લોકડાઉન દરમિયાન બુટલેગરો બેખોફ બન્યા હોય અને પોલીને ગણકારતી ન હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ રાજકોટ જિલ્લામાં પ્રોહિબિશન, જુગાર, બદીઓને નાબુદ કરવા સૂચના તથા LCB પોલીસ ઈન્સપેક્ટર એમ. એન. રાણાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સપેક્ટર એચ. એમ. રાણા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ પરમાર તથા પોલીસ કોન્સ્ટેબલ નારણભાઇ પંપાણીયા, દિવ્યેશભાઇ સુવા, નિલેશભાઇ ડાંગર, પેટ્રોલીંગમાં હતા.

પોલીસ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા તથા પોલીસ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગરને મળેલી બાતમીને આધારે રબારીકા ગામની સીમ ભાદર નદીના કાંઠેથી ભાભલુભાઈ ગભરૂભાઈ જલુ રબારીકા ગામ તાલુકો જેતપુર વાળાની દેશી દારૂની ભઠ્ઠી પર રેડ કરતા દેશી દારૂ લીટર 70 કિંમત રૂપિયા 1400, દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર 600 કિંમત રૂપિયા 1200, ભઠીના સાધનો જેમા ગેસના બાટલાઓ નંગ 2 તથા પ્લાસ્ટીકના બેરેલ, લોખંડના બેરેલ, બર્નલ, તગારા, ડોલ જેવા સાધનો જેની કિંમત રૂપિયા 7200, મોબાઈલ નંગ-1 કિંમત રૂપિયા 5000, મોટર સાઈકલ નંગ-1 કિંમત રૂપિયા 10000 કુલ મુદામાલ કિંમત રૂપિયા 24800 સાથે આરોપી ભાભલુભાઈ ગભરૂભાઈ જલુ ઉમર વર્ષ 24 રહેવાસી રબારીકા ગામ (તાલુકો-જેતપુર)ની ધરપકડ કરી છે. આ અંતર્ગત ભાભલું વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details