રાજકોટ : ગુજરાતમાં ચક્રવાત બિપરજોયને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત, રાજકોટ ડિવિઝનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોના ટ્રેન પ્રવાસીએ માટે પશ્ચિમ રેલવે દ્વારા વિવિધ સલામતી અને સુરક્ષા સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે.
તારીખ 15 જૂન,2023ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેન :ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ વાવાઝોડાને પગલે રદ કરવામાં આવી છે.
તારીખ 16 જૂન,2023ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેન : ટ્રેન નંબર 09516 પોરબંદર-કાનાલુસ એક્સપ્રેસ, ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ સ્પેશિયલ, ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ, ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ, ટ્રેન નંબર 09596 પોરબંદર–રાજકોટ, ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નંબર 09514 વેરાવળ- રાજકોટ સ્પેશિયલ, ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ અને ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલ વાવાઝોડાને પગલે રદ કરવામાં આવી છે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો :15 જૂન, 2023ની ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ એક્સપ્રેસ રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે અને ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ રાજકોટ ખાતે ટૂંકી ટર્મિનેટ થશે.
આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો 16 જૂન : ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ રાજકોટથી ઉપડશે. ટ્રેન નંબર 19565 ઓખા-દેહરાદુન ઉત્તરાંચલ એક્સપ્રેસ હાપાથી ઉપડશે.
- Gujarat Cyclone Biparjoy Landfall : વાવાઝોડાનું લેન્ડફૉલ શરૂ થતાં જ દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો, ગોમતીઘાટ પાણીમાં ગરકાવ થયો
- Cyclone Biparjoy : અમદાવાદના બાળકોનો માનવતાનો મહાયજ્ઞ, અસરગ્રસ્ત લોકો માટે ભોજન કપડાં સહિતની કીટ મોકલી કચ્છ
- Cyclone Biparjoy : સુરતમાં ભારે પવન સાથે અનેક વૃક્ષો ધરાશાયી, ડુમસ અને સુવાલી બીચ પર પોલીસ બંદોબસ્ત