રાજકોટ: રાજકોટ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી ચોમાસાના આગમન સાથે વાવણી લાયક વરસાદ થતાં ધરતીપુત્રોઓએ વિવિધ પાકના વાવેતરનો પ્રારંભ કરી દીધો છે. રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી રમેશભાઇ ટીલવાની યાદી અનુસાર રાજકોટ જિલ્લામાં 12 જૂન સુધીમાં કુલ 2,26,221 હેક્ટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોનું વાવતેર થઇ ગયું છે.
પાકને આધારે થયેલું વાવેતર
- મગફળીનું વાવેતર 1,32,143 હેક્ટરમાં
- કપાસનું 82,561 હેકટરમાં,
- શાકભાજી- 4375 હેકટર,
- બાજરી-29 હેકટર,
- તુવેર-157 હેકટર,
- મગ-271 હેકટર,
- મઠ-39 હેકટર,
- અડદ- 225 હેકટર,
- તલ- 267 હેકટર,
- દિવેલા-62 હેકટર,
- સોયાબીન-487 હેકટર
- ઘાંસચારાનું 5605 હેકટરમાં વાવેતર
રાજકોટ તાલુકામાં વાવેતર
- મગફળીનું સૌથી વધુ વાવેતર રાજકોટ તાલુકામાં ૨૯૧૩૨ હેકટર
- રાજકોટ તાલુકામાં ૨૨૪૪૦ હેકટરમાં કપાસ,
- ૩૩૩૯ હેકટરમાં શાકભાજી,
- ૪૩૨૨ હેકટરમાં ઘાંસચારો,
- ૧૪૬ હેકટરમાં તુવેર ૧૩૭ હેકટર મગનું
પડધરી તાલુકો
- ૯૬૬૧ હેકટરમાં મગફળી,
- ૨૫૪૮ હેકટરમાં કપાસ,
- ૩૫૦ હેકટરમાં શાકભાજી,
- ૨૧૩ હેકટરમાં ઘાંસચારો,
- ૧૨૧ હેકટરમાં મગ
- ૧૫૭ હેકટર અડદનું વાવેતર
જસદણ તાલુકો
- ૧૧૫૪૦ હેકટરમાં મગફળી,
- ૪૦૦૦ હેકટરમાં કપાસનું વાવેતર
વીંછીયા તાલુકો
- ૫૦૦૦ હેકટરમાં મગફળી,
- ૩૦૦૦ હેકટરમાં કપાસ,
- ૪૦ હેકટરમાં શાકભાજી,
- ૫૦ હેકટરમાં ઘાંસચારો,
- ૫૦ હેકટરમાં તલ
- ૧૦ હેકટર તુવેર
- ૧૦ હેકટર મગનું વાવેતર