રાજકોટ: ગોંડલનાં અક્ષરધામ સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી. રાત્રીના આ દંપતીને રાજકોટ ખસેડાયા છે. એસઆરપીના એક જવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગોંડલમાં વધુ બે વ્યક્તિના કેરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદથી કોરોના ગોંડલ પહોંચ્યો છે.
પોઝિટિવ આવનારા દંપતી અમદાવાદ બાપુનગરમાં તેના સાળાના ઘરે ગોંડલથી અમદાવાદ ગયા હતા. લોકડાઉન દરમિયાન એકાદ માસથી ત્યાં જ હતા. ગુરુવાર સવારે અમદાવાદથી ગોંડલ આવતા તેમને ક્વોરેન્ટાઈન કરાયા હતા. આ દરમિયાન તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બે દિવસ દરમિયાન આ દંપતી કોના-કોના સંપર્કમાં આવ્યું હતું. તે જાણવા પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.