ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલના વાસાવડ ગામે એક જ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ

રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં પણ અવિરત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ગોંડલ તાલુકાના વાસાવડ ગામે કોરોનાના ચાર કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી અને સંપર્કમાં આવનાર તમામ લોકોના કોન્ટેક કરવા તજવીજ હાથ ધરાઇ હતી.

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એકજ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ
ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એકજ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ

By

Published : Jun 19, 2020, 2:52 PM IST

રાજકોટઃ કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસમાં પણ અવિરત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં કોરોનાએ કહેર મચાવ્યો છે. ગોંડલ તાલુકાના વાસાવડ ગામે કોરોનાના ચાર કેસ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વાસાવડ ગામે મુંબઈથી આવેલા એક જ પરિવારના ચાર સભ્યોને કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો.

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એકજ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ

18 જૂનના રોજ મુંબઇ પહોંચી રિપોર્ટ કરાવી સંબંધીને ત્યાં ગોંડલ રોકાયા હતા. બાદમાં વાસાવડ તેમના ઘરે પહોંચ્યા હતા, ત્યાં તેમને હોમ કવોરેન્ટાઇન કરાયા હતા. મોડી રાત્રે પતિ પત્ની અને બે બાળકો સહિત ચારને પોઝિટિવ આવતા તંત્ર દ્વારા તેમને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા. ગોંડલના વાસાવડ ગામે એક જ પરિવારના ચાર લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવનાર તમામ લોકોના કોન્ટેક કરવા તજવીજ હાથ ધરાઇ હતી. તંત્ર દ્વારા વાસાવડના અમુક વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો.

ગોંડલ તાલુકાના વાસાવડ ગામે એકજ પરિવારના 4 સભ્યોને કોરોના પોઝિટિવ

ABOUT THE AUTHOR

...view details