ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના કોંગ્રેસ આગેવાનોએ દ્વારા કરાયું પુસ્તકાલયનું લોકાર્પણ

રાજકોટ: શહેરના વોર્ડ નંબર 13માં લાયબ્રેરી માટે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરતું આ બિલ્ડીંગનો ઉપયોગ આવસ યોજનાની ઓફીસ માટે કરવામાં આવતો હતો. જેને પગલે શહેરના હોદ્દેદારોએ દ્વારા સ્વયં જ લાયબ્રેરીના બિલ્ડીંગનું લોકાર્પણ કરી પુસ્તકો અને છાપાઓ મૂકી પુસ્તકાલયની શરૂઆત કરવામાં આવી હતી.

રાજકોટમાં કોંગ્રેસ આગેવાનોએ પુસ્તકાલયનું લોકાર્પણ કર્યુ

By

Published : Jul 21, 2019, 7:53 AM IST

રાજકોટ શહેરમાં આવેલા સ્વામિનારાયણ ચોક નજીક મહાનગરપાલિકાએ છેલ્લા ઘણા સમયથી લાયબ્રેરી બનાવવા માટેની બિલ્ડીંગ બનાવી હતી. પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓ દ્વારા આ બિલ્ડીંગનું લોકાર્પણ કર્યા વિના જ તેને આવસ યોજનાની ઓફીસમાં ફાળવી દીધી હતી. જેને કારણે સ્થાનિકો પુસ્તકાલયની સુવિધાથી વંચિત રહેતાં હતાં.

રાજકોટમાં કોંગ્રેસ આગેવાનોએ પુસ્તકાલયનું લોકાર્પણ કર્યુ

આમ, સ્થાનિકોના હિત માટે તૈયાર થયેલી બિલ્ડીંગનો ઉપયોગ પુસ્તકાલય માટે ન થતાં શનિવારના રોજ કોંગ્રેસ આગેવાનો દ્વારા પુસ્તકાલયને લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ સાથે જ કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, "જો મનપા અહીં લાયબ્રેરીની સુવિધા નહિ તેઓ સ્વ ખર્ચે લોકો માટે પુસ્તક સહિતની સામગ્રી ખરીદીને અને લાયબ્રેરી ચાલું રાખશે."

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details