ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ પ્રાંત અધિકારીએ અમરેલી, જૂનાગઢ એસપીને કરી ફરિયાદ

સરકારી કર્મચારીઓ સાથે ચેકપોસ્ટ પરના કોન્સ્ટેબલોની ઉદ્ધતાઈ અંગે ગોંડલ પ્રાંત અધિકારી દ્વારા અમરેલી, જૂનાગઢ એસપીને ફરિયાદ કરાઈ છે. પ્રસાશનના કર્મચારીઓને ચેકપોસ્ટ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા કારણ વિના કનડગત કરવામાં આવે છે.

complaint against police
ગોંડલ પ્રાંત અધિકારી દ્વારા અમરેલી જૂનાગઢ એસપીને કરાઈ ફરિયાદ

By

Published : May 1, 2020, 10:00 PM IST

રાજકોટ: સરકારી કર્મચારીઓ સાથે ચેકપોસ્ટ પરના કોન્સ્ટેબલોની ઉદ્ધતાઈ અંગે ગોંડલ પ્રાંત અધિકારી દ્વારા અમરેલી, જૂનાગઢ એસપીને ફરિયાદ કરાઈ છે. પ્રસાશનના કર્મચારીઓને ચેકપોસ્ટ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા કારણ વિના કનડગત કરવામાં આવે છે.

ગોંડલ પ્રાંત અધિકારી દ્વારા અમરેલી, જુનગઢ જિલ્લા એસપીને પત્ર લખી ચેકપોસ્ટ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા કનડગત કરવામાં આવતા હોવાની ફરિયાદ કરવામાં આવતા પ્રશાસન અને પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.

ગોંડલ પ્રાંત અધિકારી રાજેશકુમારે અમરેલી એસપીને પત્ર લખી ફરિયાદ કરી છે કે, જેતપુર સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા જે.બી.સોજીત્રા સાથે વડીયા ચારણીયા ચેકપોસ્ટ પરના પોલીસ કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી છે. તેમજ જૂનાગઢ એસપીને ગોંડલ તાલુકા સેવા સદનના કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતા આઈટીઆઈના સુપર વાઇઝર દઢાણીયા વિમલભાઈ, આર.એમ.સાંડપા અને સબ રજિસ્ટ્રાર સાથે જેતપુર-જૂનાગઢ ચેક પોસ્ટના પોલીસ કર્મચારીઓ આધાર પુરાવા હોવા છતાં ગેરવર્તણૂક કરવામાં આવી છે અને કોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. પ્રથમ દ્રષ્ટિએ યોગ્ય નથી તેથી આ બંને બાબતે યોગ્ય ઘટતું કરી સૂચના કરવી જરૂરી છે તેવું અંતમાં જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details