ગુજરાત

gujarat

ETV Bharat / state

લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા, CM રૂપાણી અને ધાનાણી જોડાયા - RAJKOT

રાજકોટ: લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપૂરા વિસ્તારમાં બસ સાથે ટ્રકના અકસ્માતમાં કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાથી રાજકોટના કગથરા પરિવાર તથા રાજકીય વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.

લલિત કગથરાના પુત્રની અંતિમ યાત્રા, CM રૂપાણી પણ જોડાયા

By

Published : May 19, 2019, 10:03 AM IST

Updated : May 19, 2019, 11:40 AM IST

રાજકોટ લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલ પરિજનો સાથે સિક્કિમ ફરવા માટે ગયો હતો. ત્યારે પરત ફરતી વખતે કોલકાતા ખાતે વોલ્વો બસ અને ટ્રક વચ્ચે બસ અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં કગથરાના પુત્ર વિશાલનું મોત નીપજ્યું હતું. જ્યારે પરિવારના અન્ય સભ્યોને અકસ્માત દરમિયાન નાની મોટી ઈજાઓ થઈ હતી.

લલિત કગથરાના પુત્રની અંતિમયાત્રા, CM રૂપાણી અને ધાનાણી જોડાયા

આજે વહેલી સવારે પુત્ર વિશાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળથી આવી પહોંચતા તેની અંતિમયાત્રા યોજાઈ હતી. આ સમયે રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી, વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણી, શંકરસિંહ વાઘેલા સહિતના દીગગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતિમયાત્રા દરમિયાન લલિત કગથરાના પરિજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Last Updated : May 19, 2019, 11:40 AM IST

ABOUT THE AUTHOR

...view details