ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલમાં મુખ્યપ્રધાનના હસ્તે નવનિર્મિત ટાઉન હોલ, લાઇબ્રેરી અને સાયન્સ સેન્ટરનું લોકાર્પણ

રાજકોટઃ ગોંડલમાં મુખ્યપ્રધાનના હસ્તે નવનિર્મિત ટાઉન હોલ, લાઇબ્રેરી તેમજ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર કચ્છ તાલુકા લેવલે અગ્રીમ સ્થાન ધરાવતો આ અતિ આધુનિક ટાઉનહોલ છે. આ તકે મુખ્યપ્રધાને લોકો સાથે રહી નરેન્દ્ર મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ પણ સાંભળ્યો હતો.

ગોંડલ

By

Published : Jun 30, 2019, 3:54 PM IST

ગોંડલ નગરપાલિકા દ્વારા ટાઉન હોલ તથા લાઇબ્રેરી 5 કરોડના ખર્ચે અદ્યતન બનાવવામાં આવી છે. જ્યારે 3 કરોડના ખર્ચે સાયન્સ સેન્ટર કમ સ્પોર્ટ બિલ્ડીંગ પણ અદ્યતન બનાવાયું છે. ગોંડલ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરના ફાયર સ્ટેશન પાસે અદ્યતન એર કંડિશનથી સજ્જ મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ તથા લાઇબ્રેરી તેમજ પ્રમુખસ્વામી મહારાજ સાયન્સ સેન્ટર કમ સ્પોર્ટ બિલ્ડીંગનું રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગોંડલમાં મુખ્યપ્રધાનના હસ્તે નવનિર્મિત ટાઉન હોલ, લાઇબ્રેરી અને સાયન્સ સેન્ટરનું લોકાર્પણ

આ પ્રસંગે પોરબંદર સાંસદ રમેશ ધડુક, રાજ્ય પ્રધાન જયેશ રાદડીયા, ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, જિલ્લા ભાજપ પ્રધાન જયંતી ઢોલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા પાલિકા પ્રમુખ અશોક પીપળીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, બાંધકામ કમિટી ચેરમેન ચંદુભાઇ ડાભી, લાઈબ્રેરી કમિટી ચેરમેન અસ્મિતા રાખોલીયા, સ્પોર્ટ્સ કમિટી ચેરમેન ગૌતમ સિંધવ તેમજ ચીફ ઓફિસર એચ. કે. પટેલ સહિત સમગ્ર નગરપાલિકાની ટીમ જહેમત ઉઠાવી છે.

ABOUT THE AUTHOR

...view details