ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ: ડી.સી.પીએ ઈલેક્શન ચેકપોસ્ટ પર કર્યું સપ્રાઈઝ ચેકીંગ

રાજકોટઃ લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે રાજકોટમાં પોલીસ દ્વારા ચૂંટણીને લઈને સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુરુવારે રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાએ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલ ઇલેક્શન ચેકપોસ્ટ પર સપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.

By

Published : Apr 5, 2019, 6:21 AM IST

સ્પોટ ફોટો

ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન હાથ ધરવામાં આવનાર છે. ત્યારે ચૂંટણી સમયે રાજકોટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ ગેરરીતિ ઉભી ન થાય તે માટે પોલિસ દ્વારા સત્તત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. રાજકોટના મુખ્યમાર્ગો તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અલગ-અલગ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જ્યાં આજે રાજકોટ ઝોન 2ના ડીસીપી મનોહરસિંહ જાડેજા દ્વારા સપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રાજકોટમાં ઉભા કરાયેલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા શહેરમાં પ્રવેશતા અને બહાર જતા વાહનોનું ચેકીંગ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

સ્પોટ ફોટો

ABOUT THE AUTHOR

...view details