રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો, કોંગ્રેસનું વોકઆઉટ - પ્રાથમિક સુવિધા
રાજકોટઃ મંગળવારે રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડની મીટિંગ યોજાઇ હતી, પરંતુ આ મીટિંગ શરૂ થતાની સાથે જ કોંગી કોર્પોરેટરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગી કાર્યકરોએ હાથમાં બેનરો લઇને શહેરમાં પ્રાથમિક સુવિધાને લઇ વિરોધ કર્યો હતો. જે બાદ આ મામલો ગરમાતા પક્ષના કોર્પોરેટરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
રાજકોટ મહાનગર પાલિકાની જનરલ બોર્ડની મીટિંગમાં હોબાળો થતાં રાજકારણ ગરમાયું છે. જ્યારે કોંગી કોર્પોરેટરોએ સદનમાં જ રામધુન બોલાવી હતી. જેને પગલે મેયર બીના આચાર્ય દ્વારા સદનમાં હંગામો મચાવતા કોંગી કોર્પોરેટરને બહાર નીકળવાનો આદેશ આપ્યો હતો અને અંતે હંગામા બાદ કોંગ્રેસ કોર્પોરેટરોએ વોક આઉટ કર્યું હતું. શહેરની પોલીસે પણ સભા દરમિયાન મેયરના આદેશનું પાલન કરતા મનપાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠિયા સહિતના કોંગી કોર્પોરેટરોને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા. વિપક્ષી નેતા વસરામ સાગઠિયાને બહાર હાંકવામાં આવ્યા હતા અને અન્ય કોંગી કોર્પોરેટરોએ પણ વોકઆઉટ કર્યું હતું.