ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ગોંડલ આશાપુરા ડેમમાં નાહવા પડેલ બાળક ડૂબ્યો.

રાજકોટ: ગોંડલના જળાશયોમાં નર્મદાના નીર આવ્યા બાદ શહેરીજનો બહોળી સંખ્યામાં આશાપુરા ડેમ ખાતે નહાવા જતા હોય છે. ત્યારે પાણી જોઈ ને ઉત્સાહમાં આવેલા લોકો ન્હાવા પડતા હતા. અત્યારે સુધીમાં જળાશયોમાં નર્મદાના નીર આવ્યા બાદ ડૂબી જવાથી ત્રણ વ્યક્તિઓના ભોગ લેવાય છે.

rjt

By

Published : Jul 15, 2019, 5:41 AM IST

ગોંડલ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ મફતિયાપરામાં રહેતા શ્રમિક પરિવારના હિતેષ જીતેશભાઈ મકવાણા, તેમજ તેના મોટોભાઈ પ્રિન્સ બપોરના આશાપુરા ડેમમાં નહાવા ગયા હતા. તે દરમિયાન હિતેશ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં પાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવી હતી. પાલિકાના તરવૈયાઓએ ઊંડા પાણીમાં તેની શોધ શરુ કરૂ હતી. તેના મૃતદેહ ને બહાર કાઢ્વામાં આવ્યો હતો. આ ઘટના અંગે સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.


જળાશયોમાં નર્મદાના નીર આવ્યા બાદ આશાપુરા અને સેતુબંધ ડેમોમાં આ ત્રીજી જિંદગી ડૂબી છે. જળાશયોની પાસે ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાની ખુબ જરૂરિયાત છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા અગત્યનું કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. નિર્દોષ જિંદગી પાણીમાં ગરક થઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details