રાજકોટઃરાજ્યમાં ધોરણ 10 અને 12ની lબોર્ડની પરીક્ષા શરૂ છે. આવામાં આજે રાજકોટના ભરાડ સ્કૂલ ખાતે વિદ્યાર્થી સ્કૂલની વ્યવસ્થાથી નારાજ થઈ ગયો હતો. અહીં ધોરણ 10ના વિદ્યાર્થીઓએ પરીક્ષા દરમિયાન હોબાળો મચાવ્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે, તેમનું આજે ગણિતનું પેપર હતું અને પેપર દરમિયાન તેમણે સપ્લિમેન્ટ્રી માગી હતી, પરંતુ સ્કૂલ દ્વારા તેમને સપ્લિમેન્ટ્રી આપવામાં આવી નહતી અને વિદ્યાર્થીઓનો સમય વેડફાયો હતો. આના કારણે તેમને 20થી 25 માર્કનું લખવાનું બાકી રહી ગયું હતું. જોકે, આ પ્રકારનો મામલો સામે આવતા ચકચાર મચી હતી.
આ પણ વાંચોઃBoard Exam 2023: કમરથી નીચેનો ભાગ ખોટો પડતા સ્ટેચર થકી પરીક્ષા ખંડ સુધી પહોંચી ઈશીતા
પહેલા કહ્યું સમય આપીશું પછી પેપર લઈ લીધું: વિદ્યાર્થીઃઆ ઘટનાને પગલે ખુશાલ સાવલિયા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, આજે ગણિતનું પેપર મારું ભરાડ સ્કૂલમાં હતું. ત્યારે મારે પેપર લખતા લખતા સપ્લિમેન્ટ્રીની જરૂર પડી હતી. આના કારણે મેં સપ્લિમેન્ટ્રી માગી પરંતુ સુપરવાઈઝરે મને 10થી 15 મિનિટમાં સપ્લિમેન્ટ્રી આવે છે તેવો જવાબ આપ્યો હતો. તેમ જ આમને આમ 15 મિનિટ મારી વેડફાઈ થઈ ગઈ હતી. જ્યારે તેમને સપ્લિમેન્ટ્રી આપી ત્યારે જણાવ્યું કે, છેલ્લે તમને વધુ સમય લખવા માટેનો આપીશું, પરંતુ સમય પૂર્ણ થતા તાત્કાલિક અમારું પેપર લઈ લીધું હતું. એટલે કારણે અમારે 5થી 6 માર્કનું લખવાનું બાકી રહી ગયું હતું.