બિહારી યુવકની પાડોશી મહિલા સાથે આડાસંબંધને લઇ હત્યા રાજકોટ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે ધર્મજીવન સોસાયટીમાં શેરી નંબર બેમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા બિહારી યુવાનની સોમવારે કોઈ શખ્સે ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા (Bihari Youth Murder Case ) નીપજાવવાની ઘટના બની હતી. ડીવાયએસપી, તાલુકા પોલીસ, એલસીબી પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી જઇ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
મૃતકના ભાઇએ નોંધાવી ફરિયાદ મૃતક યુવાન વિશે જાણવા મળ્યું હતું કે 30 વર્ષીય મૃતક મુન્ના રામપ્રવેસ યાદવ મુન્ના યાદવ પરણિત હતો અને તેને બે બાળકો છે. મૃતકની પત્ની લાખોપાર ગામે પિયરમાં 1 મહિના પહેલા પ્રસંગમાં ગઇ છે. આ બનાવ (Bihari Youth Murder Case ) અંગે મૃતકના ભાઇ મનુ યાદવએ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે હત્યાના ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
હત્યાનું કારણ મહિલા સાથે આડાસંબંધરાજકોટ રૂરલ એલસીબી તથા ગોંડલ તાલુકા પોલીસની ટીમે હત્યામાં (Bihari Youth Murder Case ) સામેલ બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી (Murder Case Solved by Gondal Police )લીધા છે. જેમની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે મૃતક મુન્ના રામપ્રવેસ યાદવને બાજુમાં રહેતી પરપ્રાંતીય મહિલા સાથે આડાસંબંધ (Murder in Extra Marital Affair) હોવાથી મહિલાના પતિ સહિત બે શખ્સો ઢીમ ઢાળી દીધું હતું. રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.વી.ઓડેદરા, પીએસઆઇ એચ.સી.ગોહિલ, પીએસઆઇ બડવા તથા ગોંડલ તાલુકાના પીએસઆઇ એમ.એચ.ઝાલાની ટીમે બિહારી યુવાનની હત્યામાં સામેલ બે શખ્સોને ગણતરીના કલાકોમાં જ દબોચી ( Gondal Police Arrested Two Accused ) લીધાં હતાં.
પોલીસે તપાસ આગળ વધારીઝડપાયેલા બન્ને શખ્સોની ( Gondal Police Arrested Two Accused ) વધુ પૂછપરછ (Murder Case Solved by Gondal Police )ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામે ધર્મજીવન સોસાયટીમાં શેરી નંબર બેમાં રહેતા અને શાપર વેરાવળમાં કારખાનામાં કામ કરતા અજાણ્યા બિહારી યુવાનની કોઈ શખ્સે ગળાના ભાગે છરીના ઘા મારી હત્યા(Bihari Youth Murder Case ) નીપજાવી દીધી હતી. મુન્ના યાદલ હત્યા કેસમાં વધુ પાસાંઓ અંગે પણ ગોંડલ પોલીસે તપાસ આગળ વધારી છે.