રાજકોટખોડલધામમાં (khodaldham kagvad temple) સરદાર જયંતિને (Sardar Vallabhbhai Patel Jayanti) વિશેષ પ્રકારે ઉજવણી કરવામાં આવી હતી. અહીં 75 ફૂટ ઊંચી અને 30 ફૂટ પહોળી અદભૂત અને વિશાળ રંગોળી તૈયાર (Big Rangoli at khodaldham kagvad temple) કરવામાં આવી હતી. આ રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.
ઠેરઠેર સરદાર જયંતિની થઈ ઉજવણી મહત્વનું છે કે, 31 ઓક્ટોબર એટલે દેશની એકતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ (Sardar Vallabhbhai Patel Jayanti) હોવાના કારણે સરદાર પટેલની જન્મજયંતિની ઠેરઠેર વિવિધ રૂપે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે કાગવડ શ્રી ખોડલધામ મંદિર પરિસરમાં એક અદભૂત અને વિશાળ રંગોળી (Big Rangoli at khodaldham kagvad temple) તૈયાર કરીને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
સુરતના કલાકારોએ કરી મહેનત SOUની આબેહૂબ રંગોળીશ્રી ખોડલધામ મંદિર પરિસરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 75 વર્ષની આયૂષ્યની સ્મૃતિરૂપે સુરતના કલાર્પણ આર્ટ ક્લાસના કલાકારો દ્વારા એક રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જેમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી (Statue of Unity) ખાતે બનાવાયેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની આબેહૂબ આકૃતિ આ રંગોળી દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
ભવ્ય રંગોળી તૈયાર કરાઈઆ રંગોળીની ઉંચાઈ 75 ફૂટ અને પહોળાઈ 30 ફૂટ રાખવામાં આવી હતી. આ રંગોળી તૈયાર કરવામાં માટે 21 જેટલા કલાકારોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને સતત 12 કલાકની મહેનતથી આ રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ રંગોળી તૈયાર કરવા માટે 450 કિલો રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ખોડલધામે કલાકારોની કલાને બિરદાવી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના (khodaldham kagvad temple) ચેરમેન નરેશ પટેલે પણ આ રંગોળી તૈયાર કરનારા સુરતના કલાર્પણ આર્ટ ક્લાસના કલાકારોની કલાને બિરદાવી હતી, જેમાં આ અદભુત અને વિશાળ રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને ગોલ્ડન બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં (Golden Book of World Records) સ્થાન મળ્યું છે અને અન્ય રેકોર્ડ બુકમાં નામ નોંધાવવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. અત્યાર સુધી સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં પ્રસ્થાપિત સરદાર પટેલની પ્રતિમાની રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી કોઈએ પણ તૈયાર કરી નથી. ત્યારે પ્રથમ વખત આ પ્રકારની રિયાલિસ્ટિક પોટ્રેટ રંગોળી ખોડલધામ મંદિર (khodaldham kagvad temple) પરિસરમાં તૈયાર કરવામાં આવતા અનોખો રેકોર્ડ નોંધાયો છે.