ગુજરાત

gujarat

ETV Bharat / state

Khodaldham Kagvad : ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનો ભૂમિપૂજન સમારોહ, 21 જાન્યુઆરીએ ભવ્ય આયોજન - ચેરમેન નરેશભાઈ પટેલ

કાગવડના ખોડલધામ ખાતે 21 જાન્યુઆરીએ સર્વ સમાજની સાત દીકરીઓના હસ્તે શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિ પૂજન થશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં વર્ચ્યુઅલી જોડાશે તથા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા સમારોહમાં ઉપસ્થિત રહેશે.

ખોડલધામ કેન્સર હોસ્પિટલ
ખોડલધામ કેન્સર હોસ્પિટલ

By ETV Bharat Gujarati Team

Published : Jan 19, 2024, 5:38 PM IST

રાજકોટ :ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ ભક્તિ દ્વારા એકતાની શક્તિ સાથે માનવ સેવા પરમો ધર્મના સંસ્કૃતિ બીજ સાથે સર્વ સમાજની સેવા કરવા નવા સંકલ્પ સાથે રાષ્ટ્રને સાથે રાખી, સમાજ સાથે રહી સેવા કાર્ય કરે છે. ત્યારે આગામી 21 જાન્યુઆરીના રોજ પડધરી તાલુકાના અમરેલી ગામે ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. જાણો સંપૂર્ણ વિગત..

ખોડલધામ કેન્સર હોસ્પિટલ :રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના અમરેલી ગામે સર્વ સમાજના લોકો માટે અદ્યતન અને આધુનિક ટેક્નોલોજી સાથે કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવશે. આગામી 21 જાન્યુઆરી, રવિવારના રોજ સર્વ સમાજની સાત દીકરીઓના વરદ હસ્તે આ ભૂમિપૂજન કરવામાં આવશે. ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં આ ભવ્ય અને દિવ્ય ભૂમિપૂજન સમારોહ અંતર્ગત સવારે 7 વાગ્યાથી 8:30 સુધી ભવ્ય લોકડાયરો યોજાશે. બાદમાં 8:30 કેન્સર હોસ્પિટલની જગ્યામાં ભૂમિપૂજન વિધિ શરૂ થશે. તેનું લાઈવ પ્રસારણ ખોડલધામ મંદિર કાગવડમાં યોજાનાર જાહેર કાર્યક્રમમાં દર્શાવવામાં આવશે. ઉપરાંત 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

PM અને CM ઉપસ્થિતિ : ખોડલધામ દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતીઓ અને વિગતો મુજબ ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર આ ભૂમિપુજન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ભૂમિપુજન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

જાહેર જનતાને આમંત્રણ

700 વિઘામાં સપ્તમ પાટોત્સવ : ખોડલધામ મંદિર કાગવડ ખાતે યોજાનાર ભૂમિપૂજન સમારોહને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ભૂમિપુજન સમારોહમાં મોટી સંખ્યામાં લોકો પધારવાના હોવાથી 700 વીઘામાં અલગ અલગ દિશામાં 6 વિશાળ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યા છે. 21 જાન્યુઆરીના રોજ વ્યવસ્થાના ભાગરૂપે 4 હજાર જેટલા સ્વયંસેવકો મંદિર પરિસર, પાર્કિંગ અને સભાખંડ સહિતની જગ્યા પર ખડેપગે રહીને સેવા આપશે.

જાહેર જનતાને આમંત્રણ : ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના સ્થાપક ચેરમેન નરેશભાઈ પટેલે ત્રણ સંકલ્પ જાહેર કર્યા છે. જેમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં લેઉવા પટેલ સમાજ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. આ ભૂમિપુજન સમારોહમાં સમાજના દાતાઓ, ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટીઓ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટીઓ, લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન- વેરાવળ સોમનાથના ટ્રસ્ટીઓ તથા રાજકીય, સામાજિક અગ્રણીઓ સહિત ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની વિવિધ સમિતિઓના કન્વીનર, સહ કન્વીનર, કાર્યકરો, વિવિધ સોશિયલ ગ્રુપના હોદ્દેદારો-સભ્યો અને મોટી સંખ્યામાં જાહેર જનતા હાજરી આપશે. આ ભૂમિપુજન સમારોહમાં પધારવા ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે લોકોને ભાવભર્યું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

  1. Diwali 2023: દિવાળી પર્વને લઈને શ્રી ખોડલધામ મંદિરે રંગબેરંગી લાઈટોનો ઝગમગાટ, દરરોજ અવનવી રંગોળીઓ
  2. khodaldham Pratishtha Program : ખોડલધામ મંદિર નવા વર્ષમાં પ્રવેશ થતાં ભવ્ય થનગનાટ સાથે કાર્યક્રમ

ABOUT THE AUTHOR

...view details