ગુજરાત

gujarat

ETV Bharat / state

જેતપુરના નવાગઢ પાસે આવેલા ભાદર નદીના પુલનું પોરબંદરના સાંસદ રમેશ ધડુકના હસ્તે લોકર્પણ

રાજકોટ જિલ્લામાં આવેલ ગોંડલથી પોરબંદર નેશનલ હાઇવે ઉપર જેતપુરની ભાદર ડેમ ઉપર આવેલ પુલનું બીજી વખત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાસ બાબત એ હતી કે આ પ્રસંગે ઘડુકે અધિકારીઓને ખખડાવ્યાં હતાં. અને ખખડાવવાનું કારણ પણ પુલ સાથે જ સંકળાયેલું હતું.

ભાદર નદી પરના પુલનું બીજીવાર લોકાર્પણ! પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે કર્યું લોકાર્પણ
ભાદર નદી પરના પુલનું બીજીવાર લોકાર્પણ! પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકે કર્યું લોકાર્પણ

By

Published : Nov 11, 2020, 10:12 PM IST

  • નવાગઢ ભાદર નદી પર આવેલા પુલનું બીજી વખત લોકર્પણ
  • 270 મીટર લાંબો પુલ 3 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો
  • પોરબંદરના સાંસદે ગોંડલથી પોરબંદર સુધીનો હાઇવે તાત્કાલીક રિપેર કરવા જણાવ્યું

    રાજકોટઃ જેતપુર નવાગઢ હાઇવે ભાદર નદી ઉપર આવેલ 270 મિટર લાંબો પુલ 3 વર્ષ પહેલાં આ પુલને નવો બનાવવામાં આવ્યો હતો. માત્ર 6 મહિનાના ટૂંકા સમયમાં આ પુલ બિંસ્માર થઈ ગયો હતો, અને તૂટી ગયો હતો અને લોકો લાંબા સમયથી હેરાન પરેશાન થઈ રહ્યાં હતાં અને પુલને સમારકામ કરવાની અનેક રજૂઆત બાદ તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. આજે તેનું લોકાર્પણ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે કરવા માં આવ્યું હતું. આ સમયે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા હાજર રહ્યાં હતાં.
    જેતપુરના નવાગઢ પાસે આવેલા ભાદર નદીના પુલનું પોરબંદરના સાંસદ રમેશ ધડુકના હસ્તે લોકર્પણ


  • સાંસદ ધડુકે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓના ઉધડા લીધાં

    ગોડલથી પોરબંદર સુધીનો નેશનલ હાઇવે એકદમ બિસ્માર હાલતમાં છે અને તૂટી ગયો હોવાથી લોકો હેરાન છે. ત્યારે આ તકે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીને ખખડાવ્યાં હતાં અને અધિકારીઓને કહ્યુ હતું કે જ્યાં સુધી રોડનું રીપેરિંગ ન થાય ત્યાં સુધી કોઈ ટોલ લેવો નહીં અને તાત્કાલિક ધોરણે ગોંડલથી પોરબંદર સુધીનો હાઇવે તાત્કાલિક ધોરણે રીપેર કરવાનું જણાવ્યું હતું.
    જેતપુરના નવાગઢ પાસે આવેલા ભાદર નદીના પુલનું પોરબંદરના સાંસદ રમેશ ધડુકના હસ્તે લોકર્પણ



  • નવાગઢ ભાદર નદીના પુલ પરની ટ્રાફિક સમસ્યા હલ થઈ

    જેતપુર નવાગઢના ભાદરના પુલ પર દર વર્ષે તહેવારોમાં એક એક કલાક સુધી વાહનોની લાંબી કતારો થઈ જતી. જેના કારણે અનેક નેતાઓ, અધિકારીઓ આ ભીડમાં ફસાઈ જતાં હતાં. આ પુલ ફરીથી શરૂ થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો કે અહીંની ટ્રાફિક સમસ્યા હલ થઈ છે.

ABOUT THE AUTHOR

...view details