રાજકોટઃ શહેરના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં ભવ્ય ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે અને દિવ્ય દરબારમાં ભાગ લેશે. આ માટેની તૈયારીઓ પૂરી થવાના આરે છે. એમના આગમન પહેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. તારીખ 1 અને 2 જુનના રોજ બાગેશ્વર સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીનો યોજાનાર છે. અલગ અલગ મુખ્ય માર્ગો ઉપર ધીરેન્દ્ર શાસ્ત્રીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ખાસ આ પોસ્ટરો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
પડકાર ફેંકાયોઃરાજકોટમાં વિજ્ઞાનજાથા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે. એવામાં બીજી તરફ બાગેશ્વર ધામ કમિટી કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરી રહી છે. બાબાના સમર્થનમાં મસમોટા પોસ્ટર લાગ્યા છે. આમંત્રણ આપતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આશરે 500થી વધારે પોસ્ટર લગાવવામાં આવ્યા છે. માત્ર રેસકોર્ષ જ નહીં શહેરના અનેક એવા વિસ્તારમાં બાબાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જાણે શહેર આખુ કેસરી થયું હોય એવો માહોલ છે.