રંગીલા રાજકોટમાં ફરી એક વખત 9.800 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપાયો છે. શહેરની ભક્તિનગર પોલીસે બાતમીના આધારે આ ગાંજો પકડી પાડયો છે. જરમાં નશીમાંબેન સલીમભાઈ શેખ નામની મહિલા અને સદામ અસરફભાઈ મેમનની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે વધુ એક મૂમતાઝ યુનુષભાઈ જાણવાણી નામની મહિલાનું પણ નામ સામે આવ્યું છે. જે ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટમાં ફરી 9 કિલો ગાંજો ઝડપાયો, મહિલા સહિત બેની કરાઇ ધરપકડ - ગાંજો
રાજકોટઃ શહેરના ભક્તિનગર વિસ્તારમાંથી ફરી મોટી માત્રામાં ગાંજો ઝડપાવવાની ઘટના સામે આવી છે. જેમાં પોલીસે એક મહિલા સહિત એક પુરુષની ધરપકડ કરી છે. જ્યારે વધુ એક જંગલેશ્વરની મહિલા આ મામલે ફરાર છે. હાલ પોલીસે ગાંજા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે.
રાજકોટ
હાલ રાજકોટ પોલીસે 9.800 કિલોગ્રામ ગાંજો જેની કિંમત અંદાજીત 58,800 જેટલી થાય છે તે કબ્જે કરી વધુ કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ઝડપાયેલ સદામ નામના ઇસમની પૂછપરછ સામે આવ્યું છે કે પોતે આ ગાંજાનું રાજકોટ તેમજ ગોંડલમાં વહેંચાણ કરતો હતો. તેમજ તેનો મોટોભાઈ હનીફ પણ બે દિવસ અગાઉ ગોંડલ પોલીસના હાથે ગાંજાના જથ્થા સાથે ઝડપાયો છે.