રાજકોટ: ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા જેતપુર એ.એસ.પી. સાગર બાગમાર તેમજ ધોરાજી પોલીસ સ્ટેશનના PI વી.એચ. જોષીના માર્ગદર્શન હેઠળ જુગારની પ્રવૃતિઓને નાબુદ કરવા સૂચના આપવામાં આવી હતી.
ધોરાજીમાંથી જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓની ધરપકડ
રાજકોટ ગ્રામ્ય પોલીસને મળેલી બાતમીના આધારે ધોરાજીમાંથી જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેમની પોસેથી રોકડ રકમ રૂપિયા 37 હજાર 790 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ધોરાજીમાંથી જુગાર રમતા સાત જુગારપ્રેમી
જે અન્વયે પી.એસ.આઈ. એસ.એમ. વસાવા તથા હેડ કોન્સ્ટેબલ હિતેશભાઈ ગરેજા, સહિતના સ્ટાફને બાતમી મળેલી હતી કે, ધોરાજી ભાદર-1 મેઈન કેનાલથી વેગડી તરફ જતી ડી-1 કેનાલ કાંઠે આવેલી મનસુખભાઈ વૈષ્ણવ ધોરાજી જીન પ્લોટવાળાની વાડીએ ઓરડી બહાર અમુક ઈસમો ભેગા મળીને જુગાર રમે છે.
બાતમીના આધારે ત્યાં રેડ કરવામાં આવતા રોકડ રકમ રૂપિયા 37 હજાર 790ના મુદામાલ સાથે સાત ઈસમોની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.