પાટીદાર અનામત આંદોલનના હાલ મુખ્ય ચહેરા તરીકે ઉભરી આવેલા અલ્પેશ કથિરીયા જેલમાં છે. જેની જેલમુક્તિ માટે પાસના નેતાઓ અને પાટીદાર અગેવાનોએ ગતિવિધિઓ તેજ કરી છે. જેને લઈને આજે રાજકોટના સરદાર ભવન ખાતે પાસ નેતા, ખોડલધામ ચેરમેન નરેશ પટેલ, હાર્દિક પટેલ સહિતના દિગ્ગજો વચ્ચે બેઠક યોજવામાં આવશે.
અલ્પેશની મુક્તિ માટે પાટીદાર સમાજની ગતિવિધિ તેજ, આવેદનપત્ર પાઠવ્યું - application
રાજકોટઃ પાસ નેતા અલ્પેશ કથિરીયા હાલ જેલમાં છે ત્યારે તેને છોડાવવા માટે પાસ અને પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા રણનીતિ ઘડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાને આવેદનપત્ર પાઠવાયું હતું. જેમાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યના પાસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અલ્પેશની મુક્તિ માટે પાટીદાર સમાજની ગતિવિધિ તેજ
આ આંદોલનના ભાગરૂપે આજે પાસના નેતાઓ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યભરના પાસના નેતાઓ રાજકોટ ખાતે છે. જેને લઈને રાજકોટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.