- પુત્ર તેમની પુત્રી સાથે મળીને ઝેરી દવા પીને પિતાએ સામુહિક આ કર્યો
- પુત્ર અને પિતાનું પ્રથમ મોત થયું, આજે પુત્રીનું પણ મોત
- સ્યુસાઈડ નોટના આધારે એકની ધરપકડ કરી
રાજકોટમાં સામુહિક આત્મહત્યાનો મામલે એક આરોપી ઝડપાયો
રાજકોટમાં ત 3 તારીખના રોજ નાનામૌવા મેઈન રોડ ખાતે આવેલ શિવમ પાર્ક શેરી નંબર-2માં રહેતા કમલેશ લાબડીયાએ પોતાના પુત્ર તેમની પુત્રી સાથે મળીને ઝેરી દવા પી લઈને સામુહિક આત્મહત્યા કર્યો હતો. તેમાં પિપુત્ર અને પિતાનું પ્રથમ મોત થયું હતું અને આજે પુત્રીનું પણ મોત થયું છે. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે એકની ધરપકડ કરી છે.
રાજકોટ : શહેરમાં ગત 3 તારીખના રોજ નાનામૌવા મેઈન રોડ ખાતે આવેલ શિવમ પાર્ક શેરી નંબર-2માં રહેતા કમલેશ લાબડીયાએ પોતાના પુત્ર તેમની પુત્રી સાથે મળીને ઝેરી દવા પી લઈને સામુહિક આત્મહત્યા કર્યો હતો. જે દરમિયાન ત્રણેયના મોત થયા હતા. ત્યારે આ ઘટનામાં સ્યુસાઇડ નોટ હતી. જેમાં વકીલ સહિતના લોકોએ પૈસા બાબતે કમલેશ ઓર ખોટા આક્ષેપો કર્યા હતા. જેને લઈને તેમને આ પ્રકારનું પગલું ભર્યાનું લખ્યું હતું.
આ પણ વાંચો : રાજકોટમાં પરિવારનો સામુહિક આપઘાતનો પ્રયાસ, પિતા-પુત્રનું મોત
તાલુકા પોલીસે એક આરોપીની ધરપકડ કરી
સામુહિક આઘાતમાં ત્રણ લોકોના જીવ ગયા હતા. જે મામલે રાજકોટ તાલુકા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સ્યુસાઈડ નોટમાં જેના નામનો ઉલ્લેખ હતો. તે દિલીપ જીવરાજ કોરટને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તેમજ અન્ય ઈસમો આ ઘટનામાં સામેલ છે કે કેમ ખરેખર સમગ્ર મામલો શુ હતો તે દિશામાં પોલીસ કામે લાગી છે. આ ઘટનામાં પિતા-પુત્ર અને પુત્રી એમ પરિવારના ત્રણેય સભ્યનું મોત થયા ચકચારી મચી જવા પામી છે.
આ પણ વાંચો : જૂનાગઢમાં થયેલી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો
પુત્રીનું પણ આજે સારવાર દરમિયાન મોત થયું
કમલેશ લાબડીયાએ પોતાના પુત્ર અંકિત અને પુત્રી કૃપાને પણ કોરોના મટાડવાની દવા છે તેમ કહીને ઝેરી દવા પાઇ હતી. જે ઘટનામાં પ્રથમ સારવાર દરમિયાન પુત્ર અંકિતનું મોત થયું હતું. ત્યારબાદ પિતા કમલેશભાઈનું પણ સારવાર દરમિયામ મોત થયું હતું. જ્યારે આજે પુત્રી કૃપાનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.