ઉલ્લેખનીય છે કે, શહેરમાં રખડતા ઢોરના ત્રાસને ડામવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સક્રિય બની છે અને ઓઢવમાં માલધારી સમાજના લોકો સાથે ઢોર પકડવા મુદ્દે થયેલ બબાલ બાદ પણ કોર્પોરેશને પોતાની ડ્રાઈવ ચાલુ રાખી છે.
અમદાવાદમાં રખડતા ઢોર પકડવા તેમજ ગેરકાયદેસર દબાણો તોડી પાડવા AMC આવી એક્શનમાં - gautam joshi
અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ વિભાગ દ્વારા શહેરના લંભા વોર્ડ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવા છતાં જગ્યા પરના દબાણો દૂર ન થતાં કોર્પોરેશનની એસ્ટેટ ટીમે કાર્યવાહી કરી હતી અને અધિકારીઓની હાજરીમાં JCB મશીન 30 મજૂરોએ ઇન્ડસ્ટ્રીયલ શેડના દબાણો તોડી પાડ્યા હતા.
સ્પોટ ફોટો
તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે ત્યારે બુધવારે પણ CNCD વિભાગ દ્વારા તમામ સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે રાખી મહાનગરમાં મોટા પાયે રસ્તાઓ પર ફરી રહેલ 67 ઢોરને પકડ્યા હતા. વાહનચાલકોની અને રાહદારીઓની સલામતી માટે કોર્પોરેશન દ્વારા રાણીપ, સાબરમતી, વાડજ, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં ઝૂબેશ ચલાવવામાં આવી હતી.