રાજકોટના બાઈકર્સ અજયસિંહ જાડેજા અને અક્ષય સિંઘવડ સાથે ઇટીવી ભારતે ખાસ વાતચીત કરતા તેઓએ પોતાના અનુભવ જણાવતા કહ્યું હતું કે, તેઓ વર્લ્ડ હાઇએસ્ટ મોટરેબલ રોડ એવા ખરદુંગલાપાસ જે 18380 ફૂટ, ચાંગ્લાપાસ 17588 ફૂટ, તાંગલાંગલા 17582 ફૂટ છે. ત્યાંથી પસાર થઇ પેંગોંગ સરોવર તથા નુબ્રાવેલી વલ્ડા સુધી ગયા હતાં. સંપૂર્ણ બાઇક યાત્રા દરમિયાન તેમણે 5166 કિલોમીટરનું અંતર ૨૩ દિવસમાં જ કાપ્યું હતું.
370 નાબૂદ થયા બાદ બે રાજકોટીયન્સે અખંડ ભારતની યાત્રા બાઇક પર કરી પૂર્ણ - લદાખ
રાજકોટ : કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જમ્મુ કાશ્મીરમાંથી 370 દુર કર્યા બાદ સંપૂર્ણ ભારત અખંડ ભારતના વિઝન સાથે રાજકોટના 2 યુવાનોએ રાજકોટથી લેહ લદાખ સુધીની યાત્રા બાઇક પર પૂર્ણ કરી હતી.
આ સફરમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ, લડાખ જેવી જગ્યાઓની સફર પણ કરી હતી. આ સાથે જ સંપૂર્ણ સફર તેમણે 160 સીસીના બાઇક પર જ કરી હતી. જેમાં તેમની સાથે મનાલીથી રાજકોટના અન્ય યુવાનો પણ જોડાયા હતાં. બાઇક ચલાવતા સમયે તેઓને સફરમાં વરસાદ સાથે કેટલાક પ્રદેશમાં ભુસ્ખલન જેવી ઘટનાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ ભારતીય આર્મીના જવાનો દ્વારા તેમજ ત્યાંની માર્ગ સલામતી ટીમ તુરંત જ રોડ રસ્તા સાફ કરી વાહન વ્યવહાર ચાલુ કરાવતા હતાં. બન્ને રાજકોટના યુવાનોએ જમ્મુ કાશ્મીરની યાત્રા બાઈક પર કરીને સહી સલામત રાજકોટ ફર્યા બાદ ભારતીય આર્મીની કામગીરીની ખૂબ જ સરાહનીય કરી હતી.