રાજકોટઃ નેપાળથી રાજકોટ વ્યવસાય માટે આવેલા પરિવારની દીકરી ઝરણા શર્માને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને રાજકોટ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સમય જતા તબિયતમાં સુધારો ન થતા અંતે ઝરણાએ ફરી નેપાળ જવાની વાત કરી હતી, પરંતુ ઝરણાની હાલત ગંભીર હોવાથી વાલીઓએ ઝરણા સાથે નેપાળ જવું જરૂરી હતું. પરિવારની નબળી આર્થિક સ્થિતિને લીધે તેઓ નેપાળ જઇ શકે તેમ નહોતા. આ પરિસ્થિતિમાં ઝરણા શર્મા તથા પરિવારને નેપાળ જવા માટે સંગીતાબેને રાહત દરની (ambulance service In Rajkot) એમ્બ્યુલન્સ સેવા પુરી પાડીને તમામને નેપાળ પહોંચાડયા હતા. (A unique tribute to the husband)
રાહત દરની એમ્બ્યુલન્સ:એમ્બ્યુલન્સ વિશે વધુ માહિતી આપતા સંગીતાબેન જણાવ્યું હતું કે, મારા સ્વગર્સ્થ પતિ હરેશભાઈ મનસુખલાલ શાહની યાદમાં (A unique tribute to the husband) જરૂરતમંદ નાગરિકો માટે રાહત દરની એમ્બ્યુલન્સ સેવાની શરૂઆત મેં આશરે દોઢ વર્ષ પહેલા કરી હતી. જેનાથી હજારો દર્દીઓને બહારગામ જવા સહાય મળી રહે છે. રાહતદરે ચાલતી આ એમ્બ્યુલન્સ સેવા મારફત અત્યાર સુધી રાજકોટ, મોરબી, અમદાવાદ વગેરે સહિત છેક નેપાળ સુધી દર્દીઓને સહી સલામત પહોંચાડવામાં આવ્યા છે. માત્ર પૂજા પાઠ અને વિધિથી નહી, પરંતું અનેક વ્યકિતઓને સુરક્ષિત પહોંચાડવાની જવાબદારી નિભાવવી, એ જ મારા માટે સાચી શ્રધ્ધાંજલિ છે.