ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં મોબાઈલ કંપની અને સરકારી કચેરીના 100 કરોડનો વેરો બાકી, મનપા દ્વારા કરાઇ કાર્યવાહી

રાજકોટમાં વિવિધ ખાનગી મોબાઈલ ટાવર કંપનીઓ અને સરકારી કચેરીઓના પણ કરોડો રૂપિયાના વેરા છેલ્લા ઘણા સમયથી બાકી છે. જે અંગે મનપા દ્વારા હજુ સુધી કોઇ ચોક્કસ કાર્ય વાહી કરાવમાં આવી નથી.

રાજકોટમાં મોબાઈલ કંપની અને સરકારી કચેરીના 100 કરોડનો વેરો બાકી, મનપા દ્વારા કરાઇ કાર્યવાહી
રાજકોટમાં મોબાઈલ કંપની અને સરકારી કચેરીના 100 કરોડનો વેરો બાકી, મનપા દ્વારા કરાઇ કાર્યવાહી

By

Published : Aug 19, 2021, 1:36 PM IST

  • રાજકોટમાં વિવિધ ખાનગી મોબાઈલ ટાવર કંપનીઓ કરોડો રૂપિયાના વેરા
  • બાકી વેરા વસુલવાની મનપાની કાર્યવાહી
  • મોબાઈલ ટાવરો અને સરકારી કચેરીઓ મળીને અંદાજીત રૂપિયા 100 કરોડનો વેરો

રાજકોટ:શહેર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે લાખો કરોડો રૂપિયાનો વેરો વસુલવામાં આવે છે. જ્યારે રાજકોટમાં વિવિધ ખાનગી મોબાઈલ ટાવર કંપનીઓના અને સરકારી કચેરીઓના પણ કરોડો રૂપિયાના વેરા છેલ્લા ઘણા સમયથી બાકી છે. જે અંગે મનપા દ્વારા હજુ સુધી કોઈ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી નથી. જ્યારે મનપા દ્વારા એડવાન્સમાં પણ મિલ્કત વેરો ઉઘરાવમાં આવતો હોય છે, ત્યારે ખાનગી મોબાઈલ ટાવરો અને સરકારી કચેરીઓ મળીને અંદાજીત રૂપિયા 100 કરોડનો વેરો થાય છે. જેને વસુલવાની મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

રાજકોટમાં મોબાઈલ કંપની અને સરકારી કચેરીના 100 કરોડનો વેરો બાકી, મનપા દ્વારા કરાઇ કાર્યવાહી

ચાલુ વર્ષે રૂપિયા 340 કરોડ વેરો વસુલવામાં માટેનો લક્ષ્યાંક

મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાને ચાલુ વર્ષે રૂપિયા 340 કરોડનો વેરો વસૂલવા માટેનો ટાર્ગેટ અપાયો હોવાની ચર્ચા છે. જેમાંથી રૂપિયા 119 કરોડ જેવી રકમ એડવાન્સ વેરામાં અંદાજીત 2 લાખ જેટલા કર દાતાઓ દ્વારા ભરવામાં આવી છે. જ્યારે 3 લાખ જેટલા વેરો ન ભરનારા બકીદારોને પણ નોટિસ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે. એવામાં ઘણા સમયથી શહેરમાં મોબાઈલ ટાવર કંપની અને સરકારી કચેરીઓના પણ લાખો રૂપિયાના વેરા બાકી છે. જેને લઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો:રાજકોટમાં ગેરકાયદે બાયોડીઝલ જપ્ત, દોઢ કરોડથી વધુના મુદ્દામાલ સહિત 1,71,20,000 કિંમતનો જથ્થો સીઝ

મોબાઈલ ટાવરો પાસેથી રૂપિયા 50 કરોડનો વેરો બાકી

મનપા વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા વિવિધ મોબાઈલ ટાવરો પાસેથી રૂપિયા 35 કરોડ તેમજ વ્યાજના મળીને અંદાજીત 50 કરોડ રૂપિયાનો વેરો વસુલાત બાકી છે. જ્યારે સરકારી કચેરીઓમાં રેલવે પાસેથી રૂપિયા 15 કરોડ, પોલીસ કમિશ્નર કચેરી પાસેથી રૂપિયા 6.10 કરોડ, PWD પાસેથી રૂપિયા 7.76 કરોડ અને બીએસએનએલ પાસેથી રૂપિયા 1.78 કરોડ, તેમજ આયકર ભવન પાસેથી રૂપિયા 23 લાખ અને જીએસટી કચેરી પાસે રૂપિયા 3.32 કરોડ જેવું રકમ બાકી છે. આમ સરકારી કચેરીઓ પાસેથી પણ રૂપિયા 50 કરોડ જેવો વેરો વસુલવાનો બાકી છે.

આ પણ વાંચો:રાજકોટ મનપા દ્વારા વિવિધ વોર્ડમાં ફોગિંગની કાર્યવાહી શરૂ કરાઇ

વેરા વસુલાત શાખાની કાર્યવાહી શરૂ: સ્ટેન્ડિંગ ચેરમેન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ઉભા કરવામાં આવેલા મોબાઈલ ટાવર અને સરકારી કચેરીઓ પાસેથી રૂપિયા 100 કરોડ જેવી રકમ બાકી છે. જેને લઈને આ મામકે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે હાલમાં મનપાની વેરા વસુલાત શાખા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમજ બાકીદારો પાસેથી વેરો વસુલવામાં માટે નોટિસ પણ ફટકારવામાં આવી છે. તેમજ તમામ સરકારી અને ખાનગી મિલ્કત ધારકો સાથે આ મામલે બેઠક પણ યોજવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details