રાજકોટઃ જેતપુર નેશનલ હાઈવે રબારીકા ચોકડી પાસે આવેલી યોગીરાજ ટ્રેડિંગ નામની પેઢી બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાર્થનું ગેરકાયદે ખરીદ વેચાણ અને સંગ્રહ કરતા હતા. આ પેઢીની તપાસણી મામલતદાર જેતપુર શહેર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે પેઢી દ્વારા કોઈ પણ પરવાનગી કે લાયસન્સ વગર ગેરકાયદે વેપાર કરતા રૂપિયા 13,33,000/-નો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ પેટ્રોલિયમ પેદાશ, કથિત બાયો-ડીઝલના નમૂના લઇને એફ.એસ.એલ.માં મોકલવામાં આવતા આ નમૂના ફેઇલ થયા હતા.
રાજકોટ: જેતપુર ચોકડી પાસે યોગીરાજ અને ગણેશ બાયોડિઝલમાં પુરવઠા વિભાગે રેડ કરી 15 લાખનો જ્વલનશીલ પદાર્થ સીલ કર્યો - Biodiesel
જેતપુરમાં બાયોડિઝલના નામે જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરનારા સામે તંત્રએ કાર્યવાહી કરી છે. રાજકોટ હાઇવે પર આવેલા યોગીરાજ અને ગણેશ બાયોડિઝલમાં પુરવઠા વિભાગે રેડ કરી કુલ 15 લાખનો જ્વલનશીલ પદાર્થ સીલ કર્યો હતો.
Jetpur news
જ્યારે ગણેશ પેટ્રોલિયમ નામની પેઢી પણ બાયો ડીઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદ, વેચાણ અને સંગ્રહ કરતી હતી. આ પેઢીની તપાસ બાદ રૂપિયા 2,55,450/- નો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ પેઢીના માલિક મનીષભાઈ રમેશભાઈ કાનાણી અને યોગીરાજ ટ્રેડિંગ પેઢીના માલિક હિરેનભાઈ અરવિંદભાઈ કોશિયા બન્ને પેઢીના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની કલમ 3 અને 7 તથા આઇપીસી કલમ 285 મુજબ જેતપુર સીટી મામલતદારે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.